| | |

આવેદનપત્ર આપવા માટે તૈયારી કરતા આગેવાનોની પોલીસે કરી અટકાયત

જામનગર તા. ૨૨ઃ જામનગરના લાલબંગલા સર્કલમાં ગઈકાલે એકઠા થયેલા દલીત સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કર્યા પછી તેઓની સામે બે કાયદા હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના લાલ બંગલા સર્કલમાં ગઈકાલે બ૫ોરે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ કોઈ બાબતે દેખાવો કરતા હોવાની પોલીસને જાણ કરાતા સિટી એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ધસી ગયો હતો.

ત્યાંથી ગોવિંદભાઈ માલદેભાઈ રાઠોડ, પરેશ મોહનભાઈ વાઘેલા, ચંદ્રગુપ્ત ગોવિંદભાઈ રાઠોડ, વિનોદ પોપટભાઈ ચૌહાણ, ભીખાભાઈ વાલાભાઈ સોંદરવા, ગૌતમ આલાભાઈ, વિરજીભાઈ અરસીભાઈ વિંઝુડા, રાજુભાઈ ગાગજીભાઈ મકવાણા, અમૃતભાઈ પરબતભાઈ મકવાણા, પાલાભાઈ સામતભાઈ, સંજય ભીખાભાઈ, પ્રદીપભાઈ છગનભાઈ સોલંકી સહિતના વ્યક્તિઓ મળી આવ્યા હતાં.

ઉપરોક્ત તમામ વ્યક્તિઓ સામે પોલીસે હાલમાં કોરોના વાઈરસની જીવલેણ બીમારી પ્રસરી રહી છે ત્યારે સામાજિક કે રાજકીય કે અન્ય મેળાવડા-સંમેલન પર પ્રતિબંધ હોવા છતાં એક સ્થળે એકત્રિત થઈ ગુન્હો આચરવા અંગે આઈપીસી ૧૮૮, ૨૬૯ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit