રિલાયન્સ ફાઉન્ડેશનનું અભિયાનઃ પ્લાસ્ટિકની ૭૮ ટન બોટલ્સનું કલેકશન કરાશે રિસાયકલ

મુંબઈ તા. ૧૨ઃ એક પ્રકારના કલેકશન અભિયાનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. (આરઆઈએલ) ની દાન કરતી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને જાહેર કર્યા પ્રમાણે આ રિસાઈકલ અભિયાન દ્વારા સ્વયંસેવકોએ રિસાઈક્લિંગ માટે ૭૮ ટન પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સ એકત્ર કરી છે. આ રેકોર્ડ કલેકશન અભિયાન ત્રણ લાખ કર્મચારીઓ, એમનાં પરિવારજનો તથા આરઆઈએલના પાર્ટનર્સ દ્વારા તેમજ ભારતભરમાં કેટલાંક સ્થળોમાં જિયો અને રિલાયન્સ રીટેલ જેવા એના આનુષંગિક વ્યવસાયોનાં સાથ-સહકાર સાથે કરવામાં આવ્યું હતું.

કંપનીએ ઓક્ટોબરમાં રિસાઈકલ ફોર લાઈફ નામનું વિસ્તૃત અભિયાન શરૃ કર્યુ હતું. જેણે પોતાની કામગીરીની આસપાસના વિસ્તારોમાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરવા અને રિસાઈકલીંગ માટે પોતાની ઓફિસોમાં લાવવા પ્રોત્સાહન આપ્યું હતું. ભારતમાં આરઆઈએલ અને આનુષંગિક વ્યવસાયો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ પૃથ્વી માટે રિસાઈક્લિંગનો સંદેશ ફેલાવે છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું હતું કે, "રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે માનીએ છીએ કે, આપણાં પર્યાવરણનું જતન કરવું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા હી સેવા અભિયાન પ્રોત્સાહન, પ્રેક્ટિસ અને પ્રસાર પર નિર્મિત છે. જે અમે રિસાઈકલ ફોર લાઈફ અભિયાન રિસાઈકલીંગના મહત્ત્વની જાગૃતિ લાવવા માટે શરૃ કર્યુ છે. રિલાયન્સના હજારો કર્મચારીઓ અને તેમના પરિવારજનો ભારતમાં તમામ વિસ્તારોમાં છે. જેઓ આ અભિયાનમાં રિસાઈકલ પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરવા સામેલ થયા હતાં અને રેકોર્ડ કર્યો હતો. આપણે આપણી ભવિષ્યની પેઢીઓ માટે ઉજ્જવળ, શ્રેષ્ઠ, સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ અભિયાન માટે કટિબદ્ધ છીએ."

રિલાયન્સ ફાઉન્ડેશન નિયમિત પણે સ્થાનિક સમુદાયમાં સાફસફાઈની એક્ટિવિટીને સાથસહકાર આપે છે. ગયા વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ મીઠી નદી અને મુંબઈમાં વર્સોવા બીચની સાફસફાઈમાં સહભાગી થયા હતાં. મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજ્યંતીની ઉજવણી કરવા દેશભરમાં જિયોની ટીમ ૮૦૦થી વધારે રેલવે સ્ટેશનો પર સફાઈ અભિયાન કરવા એકમંચ પર આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનાં ડોક્ટરો અને નર્સો સાફ-સફાઈ અભિયાન અને તેમની આસપાસના વિસ્તારોમાં વસતાં સમુદાયોની જાગૃતિ માટે કામગીરી કરે છે. ગ્રામીણ સમુદાય સાથે જોડાણ કરીને રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના વિવિધ વિસ્તારોમાં કેટલાંક ગામડાઓમાં સાફસફાઈ અને રિસાઈક્લિંગ એક્ટિવિટીને સાથસહકાર પણ આપ્યો છે.

રિસાઈકલ ફોર લાઈફ અભિયાનનાં ભાગરૃપે એકત્ર કરવામાં આવતી વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સનું રિસાઈક્લિંગ આરઆઈએલનાં રિસાઈકલીંગ યુનિટમાંના એક યુનિટમાં મૂલ્ય સંવર્ધનમાં પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્પાદનની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. છેલ્લા બે દાયકાથી વધારે સમયથી પોતાની પર્યાવરણને અનુકૂળ બિઝનેસ પ્રેક્ટિસ તરીકે આરઆઈએલ પોસ્ટ કન્ઝયયુમર (ઉપયોગ થયેલી) વેસ્ટ પીઈટી બોટલ્સનું રિસાઈકલીંગ કરે છે. આ પર્યાવરણને અનુકૂળ કામગીરી અને સતત ચક્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કંપની દુનિયામાં એકમાત્ર છે. જેણે બોટલો બનાવવા મટો પીઈટી રેસિનનું સર્જન કરવું, ફેંકેલી પીઈટી બોટલ્સમાંથી ચક્ર પૂર્ણ કરે છે. પછી તેમને ડાઉનસ્ટ્રીમ ટેક્સટાઈલ વેલ્યુ ચેઈન દ્વારા ઉપયોગ માટે પર્યાવરણને અનુકૂળ પોલીસ્ટર ફાઈબર રેક્રોન, ગ્રીન ગોલ્ડમાં પરિવર્તિત કરે છે. જે ફાઈબરને ઉચ્ચ મૂલ્ય સ્લીપ પ્રોડક્ટ અને ફેબ્રિક ર.૦ આધારિત ફેશન એપરલમાં પરિવર્તિત કરે છે.

આરઆઈએલ ભારતમાં ઉપયોગ થતી પીઈટી બોટલ્સ રિસાઈકલ કરનાર સૌથી મોટી કંપનીમાંની એક છે અને ગ્રીન ગોલ્ડ ફેબ્રિક ટેકનોલોજી વિકસાવી છે. જે દુનિયામાં કાર્બનનું સૌથી ઓછું ઉત્સર્જન કરતી ટેકનોલોજીઓમાંની એક છે. એનો શ્રેય ફાઈબર રિ-એન્જિનિયરીંગમાં વિસ્તૃત સંશોધન અને વિકાસમાં અને કુશળતાને જાય છે. આરઆઈએલએ સ્પેશિયાલિટી ફેબ્રિક્સનાં પોર્ટફોલિયો "ઇ઼ ઈઙ્મટ્ઠહ" ઊભો કર્યો છે. "ઇ઼ ઈઙ્મટ્ઠહ" એ એક્ટિવ વેર, ડેનિમ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ અન એથિનક વેર જેવા તમામ એપેરલ સેગમેન્ટની કામગીરીમાં વધારો કર્યો છે. આ ફેબ્રિક્સ હબ એક્સલન્સ પ્રોગ્રામ (એચઈપી) પાર્ટનર્સની સક્રિય ભાગીદારી સાથે ઊભો થયો છે. જે ભારતના વિવિધ ટેક્સટાઈલ કેન્દ્રમાં ફેલાયેલો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit