નગરના પાણાખાણમાં જુગાર રમતા ચાર મહિલા સામે નોંધાયો ગુન્હો

જામનગર તા.૧૭ઃ જામનગરના મયુરનગરમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર મહિલાઓને પોલીસે પકડી પાડ્યા છે. પટ્ટમાંથી રૃા. ૧૨૩૫૦ કબ્જે થયા છે. જયારે વિનાયક પાર્કમાંથી ચાર પત્તાપ્રેમી ઝડપાયા છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર નજીકના પાણાખાણ પાસે મયુરનગરની શેરી નં. ૧ માં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં ચાર મહિલા ઝડપાઈ ગયા હતાં.

ત્યાંથી પોલીસે રસીલાબેન રાજુભાઈ મકવાણા, ગીતાબેન દિનેશભાઈ કોળી, જયાબેન બાબુભાઈ કોળી તથા શારદાબેન જમનભાઈ કોળી નામના ચાર મહિલા ગંજીપાનાથી તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી ૧૨૩૫૦ ની રોકડ કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા વિનાયક પાર્ક નજીકની સ્કૂલ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના કુટતા પરાગ યોગેન્દ્રભાઈ પટેલ, નંદલાલ રેલુમલ સિંધી, રવી વાલજીભાઈ ચાવડા તથા જગદીશગીરી મનસુખગીરી ગૌસ્વામી નામના ચાર શખ્સને પોલીસે દરોડો પાડી પકડી પાડ્યા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૦૧૩૦ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

close
Ank Bandh
close
PPE Kit