અકસ્માતના કેસમાં વધુ વળતર ચૂકવવા સર્વોચ્ચ અદાલતે કર્યો હુકમ

નવી દિલ્હી તા. ૨૯ઃ ઉત્તરાખંડમાં તેર વર્ષ પહેલાં એક વ્યક્તિના અકસ્માતમાં થયેલા મૃત્યુના કેસમાં સુપ્રિમ કોર્ટે મૃતકની ભવિષ્યની સંભવિત આવક જોડીને જ વળતર નક્કી કરવામાં આવે તેવી ટિપ્પણી કરી મૃતકના પરિવારને વધુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

દેશની સર્વોચ્ચ અદાલતે મોટર એક્સીડન્ટના એક કેસમાં રાજ્યની હાઈકોર્ટે મંજુર કરેલા વળતરમાં વધારો કરી આપી વિશેષ ટીપ્પણી કરતા ઉમેર્યું છે કે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિના પરિવારજનને માંગેલા વળતર કરતા વધુ વળતર ચૂકવી મૃતકને પૂરેપુરો ન્યાય આપવામાં આવશે.

ઉત્તરાખંડ રાજ્યના એક અકસ્માતના કિસ્સામાં ભોગ બનનારના પરિવારજને વળતરની માંગણી કર્યા પછી તે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં હાઈકોર્ટે મંજુર કરેલું વળતર મૃતકની ભવિષ્યની સંભવિત આવકને જોડ્યા વગર નક્કી થયું હતું. તેથી પરિવારજને સુપ્રિમ કોર્ટમાં ધા નાખી હતી. સર્વોચ્ચ અદાલતે મૃતકના પરિવારજનની અરજી પર વળતરની રકમ વધારતા વિશેષાધિકારનો ઉપયોગ કર્યો હતો. અદાલતે ઉમેર્યું છે કે હાઈકોર્ટે મૃતકના ઈન્કમટેક્સ રીટર્ન પર વિચાર ન કરીને ભુલ કરીહતી. મૃતકે અકસ્માત પહેલાં ભરેલા રીટર્નમાં એક લાખની આવક હતી પરંતુ હાઈકોર્ટે છેલ્લા ત્રણ રીટર્નની સરેરાશ કાઢી હતી. જેથી વીમા કંપનીએ હવે મૃતકના પરિવારને રૃા. સાડા સત્તર લાખ અને તેના પર વ્યાજ ચૂકવવું પડશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit