Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા-જામનગર માર્ગ પરના રેલવે ઓવરબ્રિજને પીડબલ્યુડીએ પ્રમાણપત્ર આપ્યું

કોન્ટ્રાક્ટર ક્યારે કામ શરૂ કરે છે તે જોવાનું રહ્યું:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: ખંભાળિયા શહેરમાંથી જામનગર તરફ જવા રેલવે સ્ટેશન પાસેથી જતા રસ્તા પર રાજ્ય સરકારના પોણાચાર કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવા માટે મંજુરી પછી રેલવેની લીલી ઝંડી પછી કોન્ટ્રાક્ટરને છ માસથી વધુ સમયથી કામના ઓર્ડર અપાઈ ગયા પછી પણ આ કામ ચાલુ ના થતા તથા આ બાબતે પાલિકાના અધિકારીઓ ઉપર રજૂઆત કરવામાં ટૂંકા પડતા કામ ચાલુ ન થતા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા શહેર વિકાસ વિભાગના ચીફ ઈજનેરને ખંભાળિયા-જામનગર રેલવે ટ્રેક પર એલ.સી. નં. ર૩પ પર ઓવરબ્રિજ તાકીદે બનાવવા ખાસ પત્ર ૪-૧ર-ર૦રપ ના લખ્યો હતો.

આ પત્રના સંદર્ભથી ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્ર આચાર્ય દ્વારા પણ સંબંધિત વિભાગના સચિવશ્રીઓને તથા ઈજનેરોને આ ગંભીર પ્રશ્ને તુરંત યોગ્ય કરવા રજૂઆત કરી હોય, તથા અગાઉ પણ આ પ્રશ્ને મોડું થવાનો ઉહાપોહ થયો હોય,શહેરી વિકાસના જવાબદાર અધિકારી દ્વારા આ કાર્ય માટે પીડબલ્યુડી વિભાગનું પ્રમાણપત્ર મળી ગયું હોય, કોન્ટ્રાક્ટર તેમના માણસો નક્કી કરીને ઝડપથી આ કામ શરૂ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh