અનુરાગ કશ્યપ તાપસી પન્નુ, વિકાસ બહલને ત્યાં સઘન ચેકીંગ કામગીરી
મુંબઈ તા. ૩ઃ બોલિવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ અને મધુ મનટેનાના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. મધુ મનટેનાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાનની ઓફિસે પણ આવક વેરા વિભાગના કર્મચારીઓ પહોંચી ગયા છે. શા માટે આટલી આકરી કાર્યવાહી કરવામાં આવી છે તેના વિશે હાલમાં કોઈ માહિતી મળી રહી નથી. એકસાથે આટલી સેલેબ્રિટીના ઘરે દરોડા પડ્યાં ત્યારથી જ બોલિવુડના સૂત્રોનું પણ કહેવું છે કે હવે કંઈક મોટું થવાની પણ સંભાવના છે.
આવક વેરા વિભાગના સૂત્રોનું આ વિશે કહેવું છે કે, ટેક્સ ચોરીના મામલે ફેન્ટમ ફિલ્મો સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડ્યા છે. આમાં અનુરાગ કશ્યપ, તાપ્સી, પન્નુ, વિકાસ બહલ અને અન્ય સેલેબ્રિટીઓ પણ સામેલ છે. ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા કરચોરીના સંબંધમાં અન્ય ઘણા લોકોની પણ શોધ કરવામાં આવી રહી છે.