ગોકુલનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા પકડાયા

જામનગર તા. ૨૯ઃ જામનગરના ગોકુનગરમાંથી પોલીસે ચાર મહિલાને ગંજીપાના વડે જુગાર રમતા પકડી લીધા છે જ્યારે જામજોધપુરમાં એક ખેતરમાં જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડી પાંચની ધરપકડ કરી છે. જુગારના કુલ પાંચ દરોડામાં એકવીસ પકડાયા છે અને પાંચને પકડવાના બાકી છે. રૃા. પોણા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના ગોકુલનગર નજીકના શિવનગરની સ્કૂલવાળી ગલીમાં શનિવારે બપોરે કેટલીક મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી માનકુવરબા જુવાનસિંહ જાડેજા, રસીલાબેન જગદીશભાઈ કોળી, લાભુબેન જીલાભાઈ દેવીપુજક તથા હંસાબેન કેશુભાઈ કોળી નામના ચાર મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૪,૩૬૦ રોકડા કબજે કરી જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

લાલપુર તાલુકાના બાઘલા ગામમાં શનિવારે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા આશિષ અરવિંદભાઈ કોળી, કરણા મેઘાભાઈ ભરવાડ, મનસુખભાઈ જીવરાજભાઈ સુદાણી, દિનેશ રામાભાઈ સોલંકી નામના ચાર શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતાં જ્યારે પોલીસને જોઈને મામદ નુરમામદ સંધી અને અબ્દુલ વલીમામદ સંધી નામના બે શખ્સ નાસી ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૧,૧૫૦ રોકડા કબજે કરાયા છે.

જામજોધપુર શહેરના ગીંગણી રોડ પર આવેલા પ્રભુદાસ પોપટભાઈ વાછાણીના ખેતરમાં શનિવારે સાંજે કેટલાક એકત્ર થઈ ખેતર માલિકને નાલ આપી જુગાર રમે છે તેવી બાતમી મળતા જામજોધપુરના પીઆઈ આર.બી. પ્રજાપતિ તથા સ્ટાફે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા મુકેશભાઈ જેરામભાઈ પટેલ, ચેતનભાઈ જેન્તિભાઈ કાલરીયા, રસીકભાઈ શિવરામ દવે, સુભાષભાઈ પરસોત્તમ પટેલ, ગીરીશભાઈ કરશનભાઈ કડીવાર નામના પાંચ શખ્સ પકડાઈ ગયા હતાં જ્યારે ખેતરમાલિક પ્રભુદાસ નાસી ગયો હતો. પટ્ટમાંથી રૃા. ૪૦,૨૫૦ રોકડા ઝબ્બે લઈ પોલીસે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ છએય શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ પાસે ફુલઝર ડેમ નીચે નદીના કાંઠે શનિવારે સાંજે તીનપત્તી રમતા ધર્મેન્દ્રસિંહ મુળરાજસિંહ જાડેજા, ધીરુભાઈ કાનાભાઈ કોળી, જેન્તિભાઈ જાદવજી પટેલ, પ્રવિણભાઈ દયાશંકર દવે, મનિષ વિઠ્ઠલભાઈ કોળી, સંજય વસરામભાઈ પરમાર અને આરીફઅલી વલીમામદ સમા નામના સાત શખ્સ પકડાઈ ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૦,૭૦૦ રોકડા કબજે કરી પોલીસે સાતેયની ધરપકડ કરી છે.

જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામમાંથી શનિવારે પોલીસે જાહેરમાં વર્લીના આંકડા લેતા હરદાસ કાનાભાઈ ડાંગર નામના શખ્સને પકડી લીધો હતો. તેના કબજામાંથી રૃા. ૬૨૦૦ રોકડા, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. આ શખ્સે કપાત લેતા રબારીકા ગામના માલદે ડાંગર અને કાળુ કરંગીયાના નામ આપ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit