Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીલો તથા સુકો મળી બે કિલો ગાંજો કબજેઃ
જામનગર તા. ૫: કલ્યાણપુરના ચુર ગામમાં એક શખ્સે પોતાના મકાનના ફળીયામાં ગાંજો વાવ્યો હોવાની બાતમી પરથી એન્ટી નાર્કોટીક્સ વીંગની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ગાંજાનો છોડ તથા સુકો ગાંજો મળી કુલ ૧૦૫૫૫૦ની કિંમતનો ર કિલો ૧૧૧ ગ્રામ ગાંજો કબજે કરાયો છે. આ શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે.
કલ્યાણપુર તાલુકાના ચુર ગામમાં એક શખ્સ દ્વારા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એન્ટી નાર્કોટીક્સ વીંગના પીઆઈ ડી.એચ. ભટ્ટ, પીએસઆઈ એમ.આર. રાજપૂત તથા સ્ટાફે ગઈકાલે ચુર ગામમાં ગોજીયા ફળીમાં દિવ્યેશ હરીરામ ગોંડલીયા ઉર્ફે દિલીપ બાવાજીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે દિલીપે ફળીયામાં વાવેલા ગાંજાનો છોડ મળી આવ્યો હતો. બે કિલોથી વધુ વજનનો ગાંજાનો છોડ તથા ૧૧૦ ગ્રામ સુકો ગાંજો તે સ્થળેથી કબજે કરવામાં આવ્યો છે. કુલ રૂ।.૧૦૫૫૫૦ની કિંમતના ગાંજાના જથ્થા સાથે દિલીપ બાવાજીની અટકાયત કરાઈ છે. આ શખ્સ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ પીએસઆઈ રાજપૂતે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial