નગરજનો બફારાથી ત્રસ્તઃ ભેજનું પ્રમાણ ૯૧ ટકા જ્યારે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું

જામનગર તા. ૧ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન દોઢ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે કભી ધૂપ તો કભી છાંવ જોવા મળી રહી છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન દોઢ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન એક ડીગ્રી વધીને ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૮ કિ.મી.ની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજના વધુ પ્રમાણ તથા વધેલા તાપમાનના પગલે જનતા ગરમી અને બફારાના બેવડા મારથી આકૂળ-વ્યાકૂળ થઈ ગઈ હતી. પંખાથી દૂર માત્ર થોડીવાર કામ કરવાથી લોકો પરશેવે રેબઝેબ બની ગયા હતાં. ગરમી અને બફારામાંથી રાહત મળે તે માટે નગરજનોએ પંખા, એસી, એરકૂલરનો સહારો લીધો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit