| | |

ખંભાળિયામાં તાલુકા જીમ સેન્ટરનું સંસદસભ્ય પૂનમબેનના હસ્તે ઉદ્ઘાટન

ખંભાળિયા તા. રઃ ખંભાળિયામાં રૃપિયા ૧૯.૮૩ લાખના ખર્ચે તૈયાર થયેલા તાલુકા જીમ સેન્ટરનું ઉદ્ઘાટન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમે કર્યું હતું.

રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતની કમિશનર યુવક સેવા, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને નગરપાલિકા જામખંભાળિયાના સહયોગથી જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતાર્થે તાલુકા જીમ સેન્ટરનું નિર્માણ નગરપાલિકા હોલ, પોરનાકા ખંભાળિયામાં કરવામાં આવેલ છે. જેનું સાંસદ પૂનમબેન માડમે લોકાર્પણ કરી પ્રજા સમક્ષ ખુલ્લું મૂક્યું હતું.

આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે લોકોને વધુ તંદુરસ્ત બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયાને આ સુંદર સુવિધા પૂરી પાડવામાં આવી છે. આનો સદ્ઉપયોગ અને સારૃ જતન કરવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં ડાયાબિટીસના કેસો બહુ ઓછા જોવા મળતા આજે કામ ન કરવાના લીધે વિશ્વના સૌથી વધુ ડાયાબિટીસના કેસો ભારતમાં છે. બેઠાળુ જીવનના લીધે અનેક બીમારીઓ થાય છે. 'હમ ફીટ તો દેશ ફીટ'ની દિશામાં આગળ વધવા પ્રધાનમંત્રીએ હંમેશાં આગેવાની લીધી છે. મોટા શહેરોના સારાજીમ સેન્ટર જેવી મશીનરી આ જીમ સેન્ટરમાં ઉપલબ્ધ છે. આર્મી, પોલીસ જેવી ભરતી તથા રમતવીરો અને જાહેર જનતા આરોગ્ય અને ફીટનેશ માટે ઉપયોગી બની રહે તેવા હેતુથી આ જીમ સેન્ટર શરૃ કરવામાં આવેલ છે. તેમણે શહેરના તમામ યુવક-યુવતીઓને આ જીમ સેન્ટરનો લાભ લેવા આહ્વાન કર્યું હતું.

ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારિયાએ જણાવ્યું કે ૧૯.૮૩ લાખના ખર્ચે ૩પ થી વધુ સાધનોનો આ જીમ સેન્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ કલેક્ટર ડો. મીનાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના તાલુકા મથક પર પ્રજાના આરોગ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દરેક તાલુકામાં એક જીમ  સેન્ટર ઊભા કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. નગરપાલિકા હોલમાં ફાળવેલ જગ્યામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આ પ્રથમ સરકારી તાલુકા જીમ છે.

જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજાએ આ જીમ સેન્ટરનો વધુમાં વધુ લોકોને લાભ મળશે તેમ જણાવી સારી રીતે સંચાલન અને જાળવણી થાય તે જોવા જણાવ્યું હતું. સ્વાગત પ્રવચન નગરપાલિકા ઉપપ્રમુખ પી.એમ. ગઢવીએ તથા આભારવિધિ નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દા.સું. ગર્લ્સ સ્કૂલના શ્રી જ્યોત્સનાબેને કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય મયુરભાઈ ગઢવી, મશરીભાઈ નંદાણિયા, દેવશીભાઈ કરમૂર, અગ્રણી શૈલેષ કણઝારિયા, ગોવિંદભાઈ કનારા, યોગેશભાઈ મોટાણી, દિલીપભાઈ દત્તાણી, ઈન્દરજિતસિંહ પરમાર સહિતના આગેવાનો, શહેરીજનો, ચીફ ઓફિસર ગઢવી, રમતગમત અધિકારી રાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit