રાવલ તા. ર૧ઃ રાવલના બારિયાધાર પર રહેતો રાજેશ (ઉર્ફે રાજુભાઈ) રમેશભાઈ પરમાર નામનો આશરે ૩ર વર્ષનો કોળી જ્ઞાતિનો યુવાન તા. ૮-૧૧-ર૦ર૦ ના સવારે નવ વાગ્યાના સમયે દવા લેવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળી ગયા બાદ ઘરે પરત નહીં ફરતાં ખૂબ શોધખોળ કરવા છતાં તે નહીં મળી આવતાં તેમના ભાઈ વિજયએ પોલીસમાં આ બાબત જાણ કરી છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ રાજેશને બે વર્ષથી માનસિક બીમારી હતી અને તેની સારવાર પણ ચાલતી હતી. રાજેશનો પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. રાજેશને સંતાનમાં બે પૂત્રો છે. તે શરીરે પાતળા બાંધાના અને શ્યામ વર્ણના છે. તેમણે કાળા કલરનું પેન્ટ તથા ખાખી કલરનો શર્ટ પહેરેલ છે. તેમની ઉંચાઈ પાંચ ફૂટ છ ઈંચ છે. તેમનો પરિવાર ટેન્શનમાં આવી ગયેલ છે.
કોઈ સેવાભાવિએ આ વ્યક્તિને શોધીને પરિવાર સુધી પહોંચાડનારને રૃપિયા વીસ હજારનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જો કોઈને આ વ્યક્તિની જાણ મળે તો મો.નં. ૮૪૬૯૯ ૦૬૩પ૧, ૯૭ર૯૩ ૮૯૯૪પ તેમજ મો. ૯૭૧ર૬ ૪૭૧૯૪ અથવા કલ્યાણપુર - રાવલ પોલીસમાં જાણ કરવા જણાવાયું છે.