રશિયામાં શાંધાઈ સંગઠનના સભ્ય દેશોની મિટિંગનો અજિત ડોભાલે કર્યો બહિષ્કાર

આ વિવાદાસ્પદ નક્શામાં જૂનાગઢ અને સરક્રીક પણ પાકિસ્તાનમાં ચિતરાયા

મોસ્કો તા. ૧૬ઃ રશિયામાં શાંધાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં પાકિસ્તાને તેમના દેશનો વિવાદાસ્પદ નક્શો રજૂ કરતા ભારતે આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પ્રચંડ વિરોધ વ્યક્ત કરીને બેઠકની બહાર નીકળી ગયા હતાં. પાકિસ્તાનની આ હરકત બદલ રશિયા સહિતના અન્ય દેશોએ પણ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ પાકિસ્તાનની આ હરકતને વખોડતા કહ્યું હતું કે, મોસ્કોમાં રશિયાની આગેવાનીમાં યોજાઈ રહેલી આ બેઠકમાં પાકિસ્તાને જે હરકત કરી તે શંધાઈ સંગઠનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. ભારતે આ અંગે આયોજક દેશ રશિયાનું ધ્યાન દોરીને બેઠકનો બહિષ્કાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે કલમ-૩૭ નાબૂદીની પ્રથમ વર્ષગાંઠે પાંચમી ઓગસ્ટ-ર૦ર૦ ના દિવસે પાકિસ્તાને એક નવો નક્શો બહાર પાડ્યો છે, જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ઉપરાંત ગુજરાતના જૂનાગઢ અને સિરક્રીકને પણ પાકિસ્તાનનો હિસ્સો હોય, તેવી રીતે દર્શાવ્યા છે, જેનો ઈમરાન કેબિનેટે તો મંજુરી આપી છે, પરંતુ વિશ્વ સમુદાયે હજુ માન્યતા આપી નથી.

close
Ank Bandh
close
PPE Kit