Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરનું ઘરેલુ ગંદુ પાણી સીધુ દરિયાઈ ખાડીમાં ઠલવાતું હોઈ
જામનગર તા. ૩: સલાયા નગરપાલિકાને પ્રદૂષણ બોર્ડે નોટીસ ફટકારીને એસટીપી કાર્યરત છતાં કનેક્શન નહીં તથા પમ્પીંગ હાઉસ બંધ અને ગટરનું પાણી ખાડીમાં છોડાતું હોવાના મુદ્દે ખુલાસો માંગ્યો છે.
સલાયા નગરપાલિકા વિસ્તારમાંથી નીકળતા ઘરેલુ ગંદા પાણીના યોગ્ય નિકાલ અને ટ્રીટમેન્ટના મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વડી કચેરી, ગાંધીનગર દ્વારા સલાયા નગરપાલિકાને પાણી અધિનિયમ હેઠળ તા. ર૯ સપ્ટેમ્બર ર૦ર૬ ના નોટીસ પાઠવવામાં આવી છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મુલાકાત દરમિયાન સલાયા નગરપાલિકા દ્વારા ઘરેલુ ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે એસટીપી બનાવવામાં આવેલ હોવાનું અને તે કાર્યરત સ્થિતિમાં હોવાનું જણાયું હતું. જો કે, કલેક્શન સંપથી એસટીપી સુધી પાઈપલાઈનનું જોડાણ કરવામાં આવ્યું ન હોવાનું સામે આવતા નગરપાલિકાને સમયબદ્ધ કાર્યવાહી યોજના રજૂ કરવા જણાવાયું છે.
મુલાકાત દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં આવેલા બન્ને ગંદા પાણીના પમ્પીંગ હાઉસ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતાં. ઉપરાંત, ડ્રેનેજ નેટવર્ક વ્યવસ્થા જોવા મળી ન હતી. આ અંગે નગરપાલિકા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે અને પમ્પીંગ હાઉસ તથા ડ્રેનેજ વ્યવસ્થા તાત્કાલિક કાર્યરત કરી નગરપાલિકા વિસ્તારમાંથી ઉદ્ભવતા તમામ સુએજને એસટીપીમાં ટ્રીટમેન્ટ આપી એનઓસી/સીસીએની શરતો મુજબ નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, ઘરેલુ ગંદુ પાણી ઉભરાઈને રસ્તા પર આવતું હોવાનું પણ બોર્ડની મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું. હાલમાં નગરપાલિકા વિસ્તારમાંથી નીકળતું ઘરેલુ ગંદુ પાણી કોઈપણ પ્રકારન ટ્રીટમેન્ટ વિના પમ્પીંગ સ્ટેશન નજીકની ખાડીમાં બાયપાસ કરવામાં આવતું હોવાના તેમજ ટ્રેક્ટર-ટેન્કર મારફતે છોડવામાં આવતું હોવાના મુદ્દે પણ નોંધ લેવામાં આવી છે.
બોર્ડ દ્વારા આવા ગંદા પાણીનો એક નમૂનો જરૂરી પૃથ્થકરણ માટે લેવામાં આવ્યો હોવાનું નોટીસમાં જણાવાયું છે. સમગ્ર મામલે નગરપાલિકાને જરૂરી કાર્યવાહી કરવા અને સમયસર એક્શન પ્લાન રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial