Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલ સનસિટી-ર વિસ્તારમાં નવી મસ્જિદ મસ્જીદે મૌલા અલીની પાયાધિકી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાઝી-એ ગુજરાત હાજી સૈયદ સલીમબાપુએ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમણે જણાવ્યું હતું કે મસ્જીદના બાંધકામમાં કોઈ પણ ભોગ આપનારાને અલ્લાહ જરૂરથી બદલો આપે છે. આથી તેમણે સોસાયટીના રહેવાસીઓ તેમજ આજુબાજુના મુસ્લિમ બિરાદરોને આ કામમાં સહયોગ આપવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. સનસિટી-ર વિસ્તારમાં અનેક મુસ્લિમ પરિવારો રહેતાં હોય આ વિસ્તારના રહેવાસીઓને નમાઝ પઢવા માટે અન્ય વિસ્તારમાં આવેલ મસ્જિદમાં નમાઝ પઢવા માટે જવું પડતું હોવાના કારણે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત સનસિટી-રના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા આ વિસ્તારમાં નવી મસ્જિદ બનાવવા નિર્ધાર કર્યાે હતો અને મસ્જિદ માટેની જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી અને પાયાવિધીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાઝી-એ-ગુજરાત મૌલાના હાજી સૈયદ સલીમબાપુ નાનીવાલા, રોશનશાહ દરગાહના ખાદીમ અને રતનબાઈ મસ્જીદના ટ્રસ્ટી સૈયદ એજાઝ અહેમદ ચિસ્તી, રાબીયા મસ્જીદ-નુરી પાર્કના પેશ ઈમામ સૈયદ અબ્બાસ બાપુ મોતીયુવાલે, અહેમદ રઝા મસ્જિદ અલ-સફા પાર્કના પેશ ઈમામ હાફીઝ ગુલ્ફામ હસન, ધુંવાવ મસ્જિદના મૌલાના અબ્દુલ રજા, જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી રસીદ મહમદ હનીફ ગુડબક, વોર્ડ નં. ૧રના કોર્પાેરેટર અલ્તાફભાઈ ખફી, જૈનબબેન ખફી, હાજી મહમદ હુશેન અલારખાભાઈ ઓડીયા (મોટાભાઈ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત સનસિટી-રના પ્રમુખ ઝહીરભાઈ રાઉમા, ઉપપ્રમુખ મોહમદભાઈ ખીરા, ટ્રસ્ટીઓ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial