જામનગરના વેપારી-સંસ્થાઓને વ્યવસાય-ઈસી વેરા અંગે તાકીદ

જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વ્યાપાર, ધંધા અને રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓએ ચાલુ વર્ષનો ઈ.સી. વેરો ભરવાનો થાય છે. જેની છેલ્લી તા. ૩૦.૯.ર૦૧૯ છે. આથી સમયસર ભરપાઈ કરી આપવો અન્યથા દંડનીય કામગીરી હાથ ધરવામાં આવશે. જેમનું વાર્ષિક ટર્નઓવર રૃપિયા અઢી લાખથી વધુ નથી તેને વેરો ભરવાનો હોતો નથી. અઢીથી પાંચ લાખ સુધીનું ટર્નઓવર ધરાવનારાઓએ પ૦૦ રૃપિયા, પાંચથી દસ લાખ સુધીના માટે ૧રપ૦ અને દસ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારી, પેઢી, સંસ્થાએ ર૪૦૦ રૃપિયા વેરો ભરપાઈ કરવાનો રહે છે. જ્યારે પગાર/લેનદારએ લખવાના વેરામાં ૬ હજાર માસિક પગારદારને શૂન્ય વેરો છે. ઉપરાંત ૬ થી ૯ હજાર સુધીના પગારદાર માટે ૮૦ રૃપિયા, ૯ થી ૧ર હજાર સુધીના માટે ૧પ૦ અને ૧ર હજારથી વધુ માસિક પગારદાર  માટે ર૦૦ રૃપિયા વેરો ભરપાઈ કરવાનો રહે છે. વધુ માહિતી માટે વ્યવસાયવેરા શાખાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

close
Ank Bandh
close
PPE Kit