માતા-પુત્ર પર બે શખ્સનો છરી-ધોકા વડે હુમલો

જામનગર તા. ૧૩ઃ જામનગરના ભીમવાસમાં ગઈકાલે રાત્રે માતા-પુત્ર પર બે પાડોશીએ છરી, ધોકા વડે હુમલો કર્યો હતો જ્યારે જામજોધપુરના નંદાણામાં ગાળો બોલતા નશાખોરે એક મહિલાને માર માર્યો હતો ઉપરાંત પોલીસ કેસ પાછો ખેંચવાનું કહી એક શખ્સે ફરિયાદીને ધમકી આપી હતી.

જામનગરના જુના રેલવે સ્ટેશન નજીકના ભીમવાસની શેરી નં. ૨માં રહેતા મોતીબેન ગગજીભાઈ ચાવડા નામના મહિલા પર ગઈકાલે રાત્રે તેમના પાડોશી જીતુભાઈ મોહનભાઈ પરમાર તથા દિનેશ મોહનભાઈ પરમાર નામના શખ્સોએ છરી, ધોકા વડે હુમલો કર્યો હતો. આ વેળાએ માતાને બચાવવા વચ્ચે પડેલા મોતીબેનના પુત્ર સુનિલને પણ માર મારવામાં આવ્યો હતો. સારવારમાં ખસેડાયેલા મોતીબેને આજે વહેલી સવારે બન્ને શખ્સ સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા અને આંગણવાડી વર્કર તરીકે કામ કરતા મીતાબેન ગોપાલભાઈ અજુડીયા ગઈકાલે રાત્રે પોતાની દુકાનેથી ઘર તરફ જતા હતાં ત્યારે પાદરમાં ઊભા રહી નશાની હાલતમાં ગાળો બોલતા અશ્વિન ગોવિંદભાઈ સોલંકીને આ મહિલાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા અશ્વિને વાળ પકડી મીતાબેનને પછાડ્યા હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગરના ધરારનગર નજીકના વૈશાલીનગરની શેરી નં. ૪માં રહેતા દિલીપભાઈ રવજીભાઈ વઘેરાએ અગાઉ દેવેન્દ્ર ઉર્ફે દીપક કિશોરભાઈ મુછડીયા નામના શખ્સ વિરૃદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ પાછો ખેંચી લેવાનું કહી દીપકે શનિવારે બપોરે ડીકેવી કોલેજ પાસે દીલીપભાઈને રોકી ગાળો ભાંડી જોઈ લેવાની ધમકી આપતા સિટી બી ડિવિઝનમાં તેઓએ ફરિયાદ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit