Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારમાં શીપ રિપેર ફેસિલિટીની કેન્દ્રની જાહેરાતને જામનગરના સાંસદનો આવકાર

હાલારની કોસ્ટલ પટ્ટીમાં ૧૧ વર્ષમાં વિકાસ કામોની હારમાળા રચાઈ છેઃ પૂનમબેન માડમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: વાડીનારમાં શીપ રિપેર ફેસિલીટીના પ્રોજેકટની જાહેરાતને આવકારતા જામનગરના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું છે કે હાલારના બન્ને જિલ્લાઓનો મળી ૩૫૫ કિ.મી. વધુ દરિયાઈ કિનારો, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરીવહન, પ્રવાસન સ્થળો, દરીયાઈ વનસ્પતિઓ અને જીવસૃષ્ટી, વેપાર ઉદ્યોગ માટે સાનુકુળ એવા આ વિસ્તારોમાં છેલ્લા અગિયાર વર્ષમાં સુદર્શન સેતુ, ઓખા-બેટ દ્વારકા અને દ્વારકા બંદરોનો વિકાસ અને સલામતીના પગલાઓ, વૈશ્વિક એવોર્ડ મેળવનાર શીવરાજપુર બીચ, દરિયાકિનારે અને દરિયાની અંદર વૃક્ષો અને વનીકરણ, સલાયાથી અને સિક્કાથી જતા માછીમારોની મંજુરીઓની સાનુકુળતાઓ, તેમજ દરિયાઈ વિસ્તારમાં ઓઈલ અને ગેસ નેટવર્કની અવીરત વૃદ્ધિ સહિત આ પ્રાકૃતિક દેનનો સદઉપયોગ અવિરત થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં આ વિકાસની ગતિ અવિરત રહેનાર છે.

તેણીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અધ્યક્ષતામાં મંગળવારે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતના વાડીનારમાં અત્યાધુનિક શિપ રિપેર ફેસિલીટી (જહાજ સમારકામ સુવિધા)ના વિકાસને મંજૂરી આપી છે, તે રાષ્ટ્રીય શિપ રિપેર ઈકોસિસ્ટમનો એક મોટો વિસ્તાર દર્શાવે છે. આ પ્રોજેકટથી કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ુજરાતના બંદરો અને દરિયાઈ ક્ષેત્રને નવી દિશા મળશે અને પ્રદેશના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે. વિશેષ રીતે આ પ્રોજેકટ વાડીનાર અને આસપાસના વિસ્તારોમાં રોજગારની તકો ઉભી કરશે, ઔદ્યોગિક વિકાસને ગતિ આપશે અને ભારતની સમુદ્રી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.

સંસદસભ્યશ્રીના કાર્યાલયની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આ પ્રોજેકટ કૌશલ્ય વિકાસ માટેની તકો પણ ઉભી કરશે અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું સર્જન કરશે, જયારે આસપાસના વિસ્તારમાં દરિયાઈ આનુષંગિક સેવાઓ અને એમએસએમઈએસના વિકાસને સક્ષમ બનાવશે. આ પ્રોજેકટ સ્થાનિક, પ્રાદેશીક અને રાષ્ટ્રીય અર્થતંત્રની ગતિશીલતા સાથે કદમ મીલાવશે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુદરતી સંપત્તિ દરિયાઈ વિસ્તારનો મહતમ ઉપયોગ થશે જે અનેક રીતે મહત્ત્વ ગણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh