પરિણીતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુન્હામાં પતિ સહિત ચારનો છુટકારો ફરમાવતી કોર્ટ

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં એક પરિણીતાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા વ્હોરી લેતા તેઓના પિતાએ પતિ સહિતના ચાર સાસરીયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીઓનો છુટકારો ફરમાવ્યો છે.

જામનગરના નરેશભાઈ ધનજીભાઈ મારૃ સાથે પોરબંદરના રાણાવાવના કીર્તિબેનના લગ્ન થયા પછી કીર્તિબેને અગ્નિસ્નાન કરી આત્મહત્યા વ્હોરી લીધી હતી. તે બાબતની આ પરિણીતાના પિયર પક્ષને જાણ કરાયા પછી તેણીના પિતા પ્રેમજીભાઈ રાજસીભાઈએ પોતાની પુત્રીને ત્રાસ આપી મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે જમાઈ નરેશ, વેવાઈ ધનજીભાઈ ગોવિંદભાઈ, વેવાણ દમયંતીબેન તથા નણંદ હંસાબેન દિનેશભાઈ વેગડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત ગુન્હો પોલીસે આઈપીસી ૩૦૬, ૪૯૮ (ક), ૫૦૬ (૨), ૧૧૪ હેઠળ નોંધી આરોપીઓ સામે ચાર્જશીટ કર્યું હતું. ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તરફથી દસ્તાવેજી પુરાવા અને ૧૧ સાક્ષીની જુબાની રજુ કરવામાં આવી હતી. બંને પક્ષ તરફથી રજુ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે તમામ આરોપીઓને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. ચાલુ કેસે સસરા ધનજીભાઈ મારૃનું અવસાન થયું હતું. આરોપીઓ તરફે એડવોકેટ કીરીટ જોશી એસોસિએટ્સના અશોક જોશી રોકાયા હતાં.

close
Ank Bandh
close
PPE Kit