Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનિયમિત કચરા કલેકશનના કારણે તંત્ર ટીક્કાપાત્રઃ
ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયા પાલિકા દ્વારા ચારેક વર્ષ પહેલા પાલિકાના ૪૨ કર્મચારી ૧૮ વાહનો હોવા છતાં પણ ડોર ટુ ડોર કચરા કોન્ટ્રાકટ કચરો કલેકશન કરવા અપાયેલો અને માત્ર ૧૦/૧૨ વાહનો અને પંદર સતર માણસોથી લાખો રૂપિયા મહિને લેતા આ કોન્ટ્રાકટરનું ડોર ટુ ડોર કચરા કલેકશન કે જે નિયમિત દરરોજ કલેકશન કરવાનું હોય છે તેમાં વરંવાર અનિયમિતતા તથા કેટલીક વખત એકને બદલે ૩/૪ દિવસે કચરો લેવા અને તેવી સ્થિતિ થતાં પાલિકાનું તંત્ર ટીકકા પાત્ર બન્યું છે. પાલિકાના તમામ વોર્ડમાં આ સ્થિતિ હોવાનું જણાતા કારની તપાસ કરી તો જાણ થઈ શકે પાલિકા સફાઈ કોન્ટ્રાકટ કચરો કલેકશન કરનારા કોન્ટ્રાકટર પાસે ડીઝલ નથી !! કેમ કે સમયસર પેમેન્ટ ના થતાં ડીઝલ ના મળતા તથા ગાડીઓ બગડતા આ અવ્યવસ્થા સર્જાય છે !!
નવાઈની વાત છે કે ૭૦ ટકા આ કોન્ટ્રાકટરની ગાડીઓ તો પાલિકાની જ છે !! પાલિકા તેને ભાડે આપે છે ભાડું લેવાની પણ પ્રક્રિયા નિયમ મુજબ થઈ નથી તો એક વખત તો પાલિકાની તદ્ન નવી ગાડીઓ પણ આ કોન્ટ્રાકટરને વાપરવા દઈ દીધી જેના ચાલકો પણ કેટલાક એવા છે જેમની પાસે લાયસન્સ પણ નથી !!
પાલિકા ચીફ ઓફિસરને ફરિયાદ કરતા તેમણે રાબેતા મુજબ કોન્ટ્રાકટરને નોટીસ આપી મોટી પેનલ્ટી કરીશુંની વાત કરી હતી !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial