વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્ર જોગ પ્રવચનઃ

નવેમ્બર માસ સુધી ૮૦ કરોડ લોકોને દર મહિને પ કિલો ઘઉ અથવા ચોખા મફત અપાશે

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે દિવાળી-છઠ્ઠ પુજા એટલે કે નવેમ્બર સુધી 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મફત આપવામાં આવશે. વડાપ્રધાન ઓફિસે સોમવારે રાતે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. એ સ્પષ્ટ નથી કે તેઓ ક્યાં મુદ્દા પર દેશને સંબોધિત કરશે. એમ કહેવાઈ રહ્યું છે કે તેઓ દેશવાસીઓને અનલોક 2ની ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી શકે છે. તેઓ ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ પર પણ વાત કરે તેવી શકયતા છે. સરકારે સોમવારે અનલોક-2ની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. વડાપ્રધાન આ છઠ્ઠી વખત કોરોના મહામારીના સમયમાં રાષ્ટ્રને સંબોધશે.

close
Ank Bandh
close
PPE Kit