જામનગર તા. ૧૯ઃ તાજેતરમાં જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા ચિલ્ડ્રન્સ-ડે ની ઉજવણી નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે જુગલબંધી કરી અનોખા ડાન્સ પરફોર્મન્સ પ્રસ્તુત કર્યા હતાં.
પ્રિપ્રાયમરી અને પ્રાયમરીના વિદ્યાર્થીઓ માટે મેજિક શો પણ યોજાયો હતો.
કાર્યક્રમમાં જૈન એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ભરતેષભાઈ શાહ, ટ્રસ્ટી અતુલભાઈ શાહ, મેનેજમેન્ટ કમિટી મેમ્બર પ્રદીપભાઈ પરમાર, પ્રિન્સિપાલ શિવાનીબેન આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.