Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ પંચકોશી-એ ડિવિઝનને સોંપ્યોઃ
જામનગર તા. ૬: જામનગરના પુનીતનગર વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે દારૂબંધી ભંગનો ગુન્હો નોંધાયા પછી આ શખ્સ પોલીસને હાથતાળી આપતો હતો. તેને ગઈકાલે એલસીબીએ પકડી પાડી લગત પોલીસ મથકને સોંપી આપ્યો છે.
જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં દારૂબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં જામનગરના ગાંધીનગર પાછળ પુનીતનગરમાં રહેતા હિતરાજસિંહ ઉર્ફે હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ વાળા ઉર્ફે વેન્ડીંગ નામના શખ્સની સંડોવણી જાહેર થઈ હતી.
ત્યારપછી આ આરોપી નાસતો ફરતો હતો. તેની ચાલી રહેલી શોધખોળ દરમિયાન એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે ગઈકાલે આ શખ્સને હાપા રોડ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. આરોપીનો કબજો પંચકોશી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial