પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે જન્મ જયંતીઃ સોનિયા-મનમોહને આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન અને લોખંડી મહિલા નેતા ઈન્દિરા ગાંધીની ૧ર૦ મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, મનમોહનસિંહ, પ્રણવ મુખર્જી સહિતના નેતાઓએ સમાધિ સ્થળ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને યાદ કર્યા અને કહ્યું કે, 'આપણા પૂર્વ પીએમ શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ.'

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોનિયા ગાંધીએ ઈન્દિરા ગાંધીના સમાધિ સ્થળ શક્તિએ જઈને શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ જોડાયા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit