'વિદ્યાસહાયક તરીકે જોડાયેલ શિક્ષકોને મૂળ તારીખથી બઢતી સહિતના લાભ આપો'

દ્વારકા તા. ૧૨ઃ સમગ્ર ગુજરાતમાં ૧૯૯૭-૧૯૯૮ થી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ફિક્સ પગારમાં શિક્ષકોની વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવી છે. વિદ્યાસહાયકોને શરૃઆતમાં રૃા. રપ૦૦, રૃા. ૪પ૦૦, રૃા. પ૩૦૦, રૃા. ૭૮૦૦, રૃા. ૯૩૦૦, રૃા. ૧૦૦૦ અને હાલમાં રૃા. ૧૯,૯પ૦ નો ક્રમશઃ માસિક પગાર ચૂકવવામાં આવે છે. આર્થિક સંકડામણ ભોગવી જે-તે સમયે વિદ્યાસહાયકોએ એક સાંધે ત્યાં તેર તૂટેની જેવી સ્થિતિમાં તેમણે પાંચ વર્ષનો સમયગાળો પસાર કર્યો છે, પરંતુ પાંચ વર્ષની આ નોકરીને સિનિયોરીટી, બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણમાં ગણવામાં આવતી નથી. નાણા વિભાગના તા. ૧૮.૧.ર૦૧૭ ના પત્રથી તા. ૧૬.૬.ર૦૦૬ ઠરાવની નીતિ અન્વયે ભરતી થયેલ ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓની સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચ પગારધોરણમાં ગણતરીમાં લેવાનો ઉલ્લેખ છે. વિદ્યાસહાયકોમાં ૧૯૯૭ થી અત્યાર સુધી ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ, અન્યાય અને આઘાતની લાગણી છે. શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ ખંત અને નિષ્ઠાથી કામ કરતા શિક્ષકો અસંતોષ, અજંપો કે અન્યાય અનુભવે એ ઉચિત નથી.

૧૯૯૭ થી અત્યાર સુધી વિદ્યાસહાયક અંતર્ગત જોડાયેલા શિક્ષકોને મૂળ તારીખથી સિનિયોરીટી, બઢતી તથા ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો આપવા તેમજ આ મુદ્દે હકારાત્મક પ્રતિભાવના અભાવે તા. ૧પ અને ૧૬ ફેબ્રુઆરી દરમિયાન પાટનગર ગાંધીનગરમાં ધરણાં યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાની ચિમકી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit