પીછેહઠ કરીને ભાજપે ખેલ્યો મોટો દાવઃ શિવસેના બેનકાબ

મુંબઈ તા. ૧૨ઃ રાજ્યપાલ દ્વારા ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ મળ્યું હોવા છતાં તે પીછેહઠ કરી છે. જેને ભાજપની રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યો છે. કારણ કે આમંત્રણનો અસ્વીકાર કરતા પહેલા ભાજપની લાંબી બેઠક ચાલી હતી. વર્ષા બંગલામાં થયેલી કોર કમિટીની બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વરા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ જોડાયા હતાં. આ પછી નિર્ણય લેવાયો કે ભાજપ રાજ્યમાં સરકારની રચના નહીં કરે. ભાજપ નેતા મુજબ પાર્ટી કોઈપણ રાજ્યમાં સરકાર બનાવવાની તક જલદી છોડતી નથી, પણ મહારાષ્ટ્રમાં બેકફૂટ પર આવી રહી છે. જેની પાછળ એક મોટો પ્લાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભામાં ભાજપ અને શિવસેનાને પ્રજાએ મળીને સરકાર બનાવવા માટે મત આપ્યા હતાં, પણ ચૂંટણી પરિણામ પછી શિવસેના અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીના પદ પર અડી ગઈ હતી. જેના પર ભાજપ રાજી થયું નહીં અને આમંત્રણ મળવા છતાં ભાજપે સરકાર રચનાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. ભાજપ આ કલંકથી બચવા માગતો હતો. હવે ભાજપ આખા રાજ્યમાં પ્રચાર કરશે. આ પહેલા ર૦૧૪ માં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ પર શિવસેના સાથે વર્ષો જુનું જોડાણ તોડવાનો આરોપ લાગ્યો હતો. જો શિવસેના ભાજપની જગ્યાએ કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવે છે તો મેળ વગરનું ગઠબંધન કહેવાશે. અત્યાર સુધી શિવસેનાનો આ બન્ને પક્ષો સાથે છત્રીસનો આંકડો રહ્યો છે. તેમની વિચારધારા સંપૂર્ણ રીતે અલગ છે. આ બન્ને પક્ષો શિવસેનાને કટ્ટર હિન્દુત્વના મુદ્દે વળગી રહેલો પણ માને છે, જ્યારે શિવસેના આ બન્ને પક્ષોને લઘુમતિ તૃષ્ટિકરણનો થપ્પો લગાવે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit