નયારા એનર્જી દ્વારા છોટા ઉદેપુરમાં વડાપ્રધાન જન ઔષધિ કેન્દ્રની સુવિધાનો કરાતો આરંભ

જામનગર તા. ૧૯ઃ ગુજરાતમાં જાહેર આરોગ્ય સુધારણામાં પોતાની કટિબદ્ધતાને પૂનરાવર્તિત કરતા નયારા એનર્જીએ ગુજરાતના છોટા ઉદેપુરમાં વડાપ્રધાન જન ઔષધિ કેન્દ્રમાં ભાગીદારી જાહેર કરી છે. નયારા એનર્જી અને ભારત સરકારની મુખ્ય યોજના વચ્ચે સહકાર આપવાનું આ પ્રકારનું જોડાણ સૌ પ્રથમ વખત થયું છે જે વહેંચાયેલા મૂલ્યનું નિર્માણ કરવા માટે આંકલન કરવાનું એક નવું કેન્દ્રબિંદુ સુયોજિત કરે છે.

નયારા એનર્જીના એસ્સાર પેટ્રોલ પંપ નસવાડી પેટ્રોલિયમ પર ખુલ્લા મૂકાયેલા જન ઔષધિ કેન્દ્રોમાંથી જીએમપી પ્રમાણિત જેનરિક દવાઓ રાહતભાવે આ વિસ્તારની પ૦ હજારથી વધુની વસતિને મળી રહેશે.

એક અંદાજ મુજબ ભારતમાં બે મિલિયનથી વધુ લોકો ગરીબીની રેખાથી નીચે જાય છે. નયારા એનર્જી ભારતના અલગ અલગ પ્રદેશોમાં રહેલા પ૪૦૦ થી વધુ રિટેલ આઉટલેટ્સનું સંચાલન કરે છે અને સામાન્ય પ્રજાને પરવડે એવી આરોગ્ય સંભાળ ઉપલબ્ધ બનાવવા માટે આ યોજનાને વધુ આગળ ધપાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

નયારા એનર્જી વિશે

નયારા એનર્જી એ આંતરરાષ્ટ્રીય સ્તરની નવા યુગની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની છે અને સમગ્ર હાઈડ્રોકાર્બન વેલ્યુ ચેઈનમાં રિફાઈનીંગથી રિટેઈલ સુધીના ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવે છે. ઓગસ્ટ-ર૦૧૭ માં આ કંપની આંતરરાષ્ટ્રીય રોકાણકાર રોઝનેફ્ટ અને ગ્લોબલ કોમોડીટી ટ્રેડીંગ ફર્મ ટ્રાફીગુરા તથા યુસીપી ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપના બનેલા કોન્સોર્ટિયમે હસ્તગત કરી હતી. કંપની હાલમાં ર૦ મિલિયન મેટ્રિક ટન પર એનમની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનારમાં ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઈટ રિફાઈનરીની માલિકી અને સંચાલન કરે છે. આ રિફાઈનરી એ વિશ્વની સૌથી આધુનિક અને જટિલ રિફાઈનરીઓ પૈકીની એક છે, જેની જટિલતા ૧૧.૮ છે, જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ છે. નયારા એનર્જી વિશે વધુ માહિતી ૫ર ઉપલબ્ધ છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit