જામનગર તા. ૩૦ઃ મૂળ જામનગરના વતની એડવોકેટ તુષારભાઈ મહેતાની ભારત સરકારે સોલીસીટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે નિમણૂક કરી છે.
તેમણે બીએસસી એલએલબી સુધીનો અભ્યાસ કરી ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ કૃષ્ણકાંત વખારીયાના જુનીયાર તરીકે ૧૯૮૭ થી પ્રેકટીસ શરૃ કરી હતી. ૨૦૦૭માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને સિનિયર એડવોક્ટનું સન્માન આપવામાં આવ્યું હતું.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે તુષારભાઈ મહેતા જામનગરના જ છે અને તેમણે જામનગરના રણજીતનગરમાં રહીને કોલેજ સુધીઓ અભ્યાસ કર્યો હતો. ભારતના કાનૂન વિભાગમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરીને તેમણે જામનગરનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.