Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન સમારોહ સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં "સિદી બાદશાહ" ગ્રુપની ભવ્ય રજૂઆત વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. " સિદી બાદશાહ" ગ્રુપના કલાકારો દ્વારા રંગબેરંગી વેશભૂષા અને ઊર્જાસભર તાલ સાથે મનમોહક ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. સ્ટેજ પર કલાકારોએ પરંપરાગત અને આધુનિક સંગીતના સંયોજન સાથે પોતાની કલા રજૂઆત કરી હતી. સાથે-સાથે કેટલાક વિશેષ એરિયલ અને આર્ટ પ્રયોગો પણ રજૂ કરવામાં આવ્યા હતાં. જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતાં. આ કલાકારોના તાલમેલભર્યા ડાન્સ, સ્ટેજ પ્રેઝન્ટેશન અને સર્જનાત્મક રજૂઆતને લોકો દ્વારા ભારે તાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને સાંસ્કૃતિક રંગોથી છલકાઈ ઊઠ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial