ધુનડામાં ગુરૃપૂર્ણિમાની ઉજવણી મોકુફ

જામજોધપુર તા. ૩૦ઃ જામજોધપુર તાલુકાના ધુનડા ગામે સત પુરણધામ આશ્રમમાં સદ્દગુરૃ જેન્તિરામ બાપાના સાંનિધ્યમાં પ્રત્યેક વર્ષે સત પરિવાર દ્વારા ઉજવવામાં આવતા ગુરૃપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કોરોના મહામારીના કારણે લોક હિતાર્થે સરકારી આદેશ અનુસાર આ વર્ષે ઉજવણી કરવામાં આવશે નહીં. તેમજ સાથે આયોજિત રક્તદાન શિબિર, દંતયજ્ઞ જેવા સેવાકીય કાર્યો પણ રદ કરવામાં આવ્યા છે. સેવક-ભક્તજનોને પોતપોતાના ઘરે સહપરિવાર ગુરૃપૂર્ણિમા નિમિત્તે પૂજા-અર્ચના કરી મહાપર્વની ઉજવણી કરવા સદ્દગુરૃ જેન્તિરામ બાપાએ અનુરોધ કર્યો છે. તેમ આશ્રમ વ્યવસ્થાપક હસમુખભાઈ દ્વારા જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit