ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ઉપર ચાર્જ ખતમ કરવા નિર્ણય

મુંબઈ તા. ૩ઃ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જીવન વીમા નિગમે કાર્ડ મારફતે તેને કરવામાં આવતા તમામ પેમેન્ટ પર સુવિધા ચાર્જને ખતમ કરવાનો નિર્ણય કરી લીધો છે. આ ચાર્જ છૂટછાટ પહેલી ડિસેમ્બરના દિવસથી પ્રભાવી બનાવી દેવામાં આવી છે. એલઆઈસી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ક્રેડિટ કાર્ડ મારફતે પ્રિમિયમ નવીનીકરણ, નવા પ્રિમિયમ અથવા તો લોન તેમજ અન્ય પોલિસી પર લેવામાં આવેલા લોન પર વ્યાજની ચૂકવણી પર હવે કોઈ વધારાના ચાર્જ લાગુ કરવામાં આવશે નહીં. એલઆઈસી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ક્રેડિટ કાર્ડ મારફતે ફ્રી ચાર્જ લેવડદેવડની સુવિધા શરૃ કરવામાં આવ્યા પછી તમામ ગ્રાહકોને સીધો ફાયદો થનાર છે. કાર્ડ ડીપ સેલ્સ મશીન પર પણ આ સુવિધા ઉપલબ્ધ રહેનાર છે. જીવન વીમા બજારમાં એલઆઈસીની હિસ્સેદારી હાલમાં ૭૦ ટકાની આસપાસ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit