Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસીબીએ એક દિવસના રિમાન્ડ મેળવ્યાઃ
જામનગર તા. ૧૫: જામનગરના એક વ્યક્તિને દારૂની બોટલ સાથે પકડ્યા પછી તેની સામે રહેમનજર રાખવાના મહેનતાણા પેટે રૂ. ૧૫,૦૦૦ની માગણી કરનાર જમાદારને શનિવારે એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. જમાદારને અદાલતે એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. પૈસા સામે આ જમાદારે ઘઉં, જીરૂ માંગ્યા હતા પરંતુ તે આપવાનો ઈન્કાર કરાતા રૂ. ૧૫,૦૦૦ રોકડા આપી દેવા જમાદારે કહ્યું હતું.
જામનગરના પોલીસ બેડામાં ચકચાર જગાવનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ થોડા દિવસ પહેલાં બાદલ નિલેશભાઈ ચોટલીયા નામના પોલીસ કર્મચારીએ એક શખ્સને દારૂની બોટલ સાથે પકડી પાડ્યો હતો. તે પછી આરોપીના એક મિત્રએ બાદલ ચોટલીયાને આરોપીનું ધ્યાન રાખવા માટે ભલામણ કરી હતી. તે પછી બાદલ ચોટલીયાએ તમારા સંબંધીના વહીવટના રૂ. ૧૫ હજાર આપવા પડશે તેમ કહેતા આ વ્યક્તિએ પૈસા નથી તેમ કહેતા પોલીસકર્મી બાદલે પૈસાની બદલે ઘઉં તથા જીરૂ આપી જાવ તેમ જણાવ્યું હતું.
તેની સામે આ આસામીએ તમારી રીતે ઘઉં, ચોખા લઈ લો તેમ કહેતા બાદલ ચોટલીયાએ ઘઉં ભરવા ક્યારે આવું તેમ પૂછ્યું હતું. આથી લાંચ આપવા ન ઈચ્છતા આ આસામીએ જામનગર એસીબી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. તેના પગલે એસીબીના રાજકોટ સ્થિત નિયામક કે.એચ. ગોહિલની સુચનાથી ઈન્ચાર્જ પીઆઈ એમ.ડી. પટેલ તથા સ્ટાફે શનિવારે તે આસામીને સમજાવી ટ્રેપ ગોઠવી હતી.
એસીબીના કહ્યા મુજબ આ ફરિયાદીએ પોલીસકર્મી બાદલ ચોટલીયાને રૂ. ૧૫,૦૦૦ લઈ જવા કહેતા પટેલવાડીમાં રહેતા બાદલ ચોટલીયા રામેશ્વરનગર ચોક પાસે આવેલી ચાની એક હોટલ પાસે આવતા હોવાનું કહેવાયું હતું અને ત્યાંથી એસીબીનો સ્ટાફ છૂપાવેશમાં ગોઠવાયો હતો. નક્કી થયા મુજબ બાદલ ચોટલીયા પૈસા લેવા આવતા અને તેણે ફરિયાદી પાસેથી આ રકમ સ્વીકારતા જ એસીબીનો સ્ટાફ પ્રગટ થયો હતો અને પાવડર વાળી નોટ સાથે જામનગર પોલીસ હેડકવાર્ટરના વર્ગ-૩ના અનાર્મ હે.કો. બાદલ ચોટલીયાની અટકાયત કરી લીધી હતી.
આરોપીને એસીબી કચેરીએ ખસેડવામાં આવ્યા પછી તેની પૂછપરછ હાથ ધરાઈ હતી અને લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. ગઈકાલે આરોપી બાદલ ચોટલીયાને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયો હતો. જ્યાં સરકાર તરફથી રોકાયેલા પીપી રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એસીબીએ આ પોલીસ કર્મીના રહેણાંકના સ્થળે ચકાસણી હાથ ધરી હતી અને તેના બેંક એકાઉન્ટની ચકાસણી માટે કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial