Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાએ મેગા ડીલ દરમિયાન પીઠમાં ખંજર ભોંકયુ
નવી દિલ્હી તા. ૩: એક તરફ ભારત અમેરિકા વચ્ચે મેગા ટ્રેડ ડીલ થવાના આરે હોવાનો દાવો થઈ રહ્યો છે, તો બીજી તરફ અનુચિત વ્યાપાર પ્રણાલિ બદલ ટેરિફ વધારવાનો પ્રસ્તાવ મુકાયો હોવાથી ટ્રમ્પની દગાબાજીની ટીકા થઈ રહી છે.
એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા માટે નવી દિલ્હીમાં મેગા ટ્રેડ ડીલને અંતિમ ઓપ આપવા વરિષ્ઠ અધિકારીઓની બેઠકો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકાએ પાછળથી મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલય એ એક પ્રસ્તાવ જાહેર કરીને ભારત સહિત તેના કેટલાક અગ્રણી વ્યાપારિક ભાગીદારો પર ૧૦% થી ૧૨.૫% સુધીનો વધારાનો ટેરિફ (આયાત ડ્યુટી) લગાવવાની ભલામણ કરી છે.
અમેરિકાના આ બેવડા વલણને કારણે ભારતીય નિકાસકારો અને બજારમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. અને ટ્રમ્પની ટીકા થઈ રહી છે.
અમેરિકાના વર્ષ ૧૯૭૪ના ટ્રેડ એક્ટ હેઠળ 'સેક્શન ૩૦૧' એક એવો કાયદો છે જે યુએસટીઆરને અન્ય દેશોની વ્યાપાર નીતિઓની તપાસ કરવાનો અને જો તે અમેરિકાના હિતોની વિરુદ્ધ લાગે તો જવાબી કડક કાર્યવાહી (જેમ કે વધારાનો ટેરિફ કે પ્રતિબંધ) કરવાનો અધિકાર આપે છે.
યુએસટીઆર એ આ અંતર્ગત હાથ ધરેલી ૬૦ જેટલી તપાસના પરિણામો જાહેર કર્યા છે, જેમાં ભારત સહિત વિશ્વની ૫૪ અર્થવ્યવસ્થાઓને એવી યાદીમાં મૂકવામાં આવી છે જેઓ કથિત રીતે 'અનુચિત વ્યાપાર પ્રણાલી' અપનાવે છે.
અમેરિકન આકલન અનુસાર, ભારત પાસે બંધુઆ કે જબરદસ્તીથી કરાવવામાં આવતી મજૂરી દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓની આયાત અટકાવવા માટે પૂરતા કે અસરકારક કાનૂની ઉપાયો ઉપલબ્ધ નથી.
અમેરિકાની દલીલ છે કે આવા સસ્તા ઉત્પાદનો વૈશ્વિક બજારમાં અસમાન સ્પર્ધા ઊભી કરે છે, જેનાથી અમેરિકન કંપનીઓ અને ત્યાંના શ્રમિકોને આર્થિક નુકસાન થાય છે. આથી, પોતાના સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે અમેરિકા આ વધારાની ડ્યુટી લાદવા તરફ આગળ વધી રહૃાું છે. જોકે, આ યાદીમાં માત્ર ભારત જ નથી; અમેરિકાએ તેના ઘણા મોટા વ્યાપારિક મિત્રોને પણ આ દાયરામાં લીધા છે. જેમાં ચીન, જાપાન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, ઓમાન, મલેશિયા, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશો પણ સામેલ છે.
અમેરિકાએ સંકેત આપ્યો છે કે જે દેશો જબરન શ્રમથી બનતા ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવશે, તેમને કદાચ આ વધારાના ટેરિફમાં થોડી રાહત મળી શકે છે. હાલ પૂરતો આ માત્ર એક પ્રસ્તાવ છે અને તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. પરંતુ જો અમેરિકા આ વધારાનો ટેરિફ ઝીંકી દેશે, તો અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની કિંમત ખૂબ વધી જશે અને તે મોંઘા સાબિત થશે. ખાસ કરીને ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ જેવા સેક્ટર્સના નિકાસકારો, જેઓ મોટા પાયે અમેરિકા પર નિર્ભર છે, તેમના માટે આ ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
હવે જોવાનું એ રહેશે કે એક તરફ ૯૯% પૂરી થઈ ગયેલી ગણાતી ટ્રેડ ડીલ આગળ વધે છે કે પછી અમેરિકાનો આ નવો ટેરિફ વિવાદ બંને દેશોના સંબંધોમાં ખટાશ લાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial