શ્રી મહાકાળી મંદિરે ગુરૃપૂજન કાર્યક્રમ

જામનગર તા. ૩૦ઃ શ્રી શક્તિ સત્સંગ મંડળ (ટ્રસ્ટ) દ્વારા સંચાલિત શ્રી મહાકાળી મંદિર, નાગેશ્વરમાં વર્તમાન સ્થિતિના કારણે તા. પ-૭-ર૦ર૦ અને રવિવારે સવારે ૯ થી ૧૧ સુધી પ.પૂ. ભીમદાદા તથા શ્રી મધુસુદન મહારાજનો ગુરૃપૂર્ણિમા ઉત્સવમાં ફક્ત ગુરૃપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું નથી. તેમ ટ્રસ્ટી હરિશ જે. ઝાલાએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit