ગૌચરની જમીન પર ગેરકાયદે ધંધો છતાં તંત્ર મૌન કેમ?

આશરે એક દાયકાથી પણ વધુ સમયથી બેટની સુંદરવન નામની જગ્યા પર પંચજન્ય ટ્રસ્ના હેમંતસિંહ ઉર્ફે હેમભા વાઢેર નામના શખ્સ દ્વારા ટુરિસ્ટ કેમ્પ ચલાવી તેમજ અનધિકૃત વિસ્તારોમાં અતિ સંવેદનશીલ ગણાતા અહીંના ટાપુ વિસ્તાર અને પ્રતિબંધિત ટાપુ સહિતના વિસ્તારો આસપાસ બોટ ગમન દ્વારા યાત્રાળુઓને ફેરવવા સબબની ફરિયાદો તેમજ એક દસકાથી પણ વધુ સમયથી ગૌચરની જમીન પર યથાવત રહેલા કબજા સામે તંત્રે જે તે સમયે થોડી કાર્યવાહી દેખાડ્યા બાદ બધું જ યંત્રવત્ત રીતે શા માટે ચાલી રહ્યું છે.

બેટ દેવસ્થાન સમિતિ પગલાં લેશે?

બેટ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના સભ્ય તેમજ હનુમાનદંડી ટ્રસ્ટનું પ્રમુખપદ ધરાવતા તેમજ ભાજપનો સક્રિય કાર્યકર તરીકે રાજકીય વગ ધરાવતા ઈસમ વિરૃદ્ધ સુંદરવન નામની જગ્યા વિસ્તારમાં ગેરકાયદે ગૌચરની જમીન પર કબજો જમાવનારા શખ્સની ખરડાયેલી છબિથી બેટ દેવસ્થાન સમિતિની ગરિમાને પણ ઠેસ પહોંચતી હોય તેમજ અન્ય સંસ્થાઓને પણ છાંટા ઉડતા હોય આ અંગે બેટ દેવસ્થાન સમિતિ તથા અન્ય ધાર્મિક, રાજકીય, સામાજિક સંસ્થાઓ પગલાં ભરશે કે કેમ એ પણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

અમૂલ્ય ગુગળ વનસ્પતિનું નિકંદન છતાં તંત્ર મૂકપ્રેક્ષક

સુંદરવન નામની જગ્યા આસપાસના આ વિસ્તારોમાં જોવા મળતી ગુગળ વનસ્પતિના અમૂલ્ય વૃક્ષો જોવાં મળતાં. જેનો આયુર્વેદ સહિત અનેક જગ્યાએ ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. આવા વૃક્ષો ધરાવતા વિસ્તારમાં જે તે સમયે જેસીબી દ્વારા આવા વૃક્ષોનું નિકંદન કાઢી ત્યાં ગેરકાયદે ટુરિસ્ટ કેમ્પ યોજી વેપાર એક દસકાથી પણ વધુ સમયથી ચાલી રહ્યો હોવા છતાં આ વનસ્પતિના નિકંદન થવા અને ગેરકાયદે ટુરિસ્ટ કેમ્પસ ચલાવવા સબબ તંત્રને જે તે સમયે જાણ કરવા છતાં પણ આજે પણ બેરોકટોક આવી ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit