જામનગરમાં કન્ટેઈનમેન્ટ ઝોનનો વિસ્તાર જાહેર કરાયા

જામનગર તા. ૩૦ઃ કોરોના વાઈરસની વકરતી જતી બીમારીમાં કેસોની સંખ્યા વધતી જતા સાથોસાથ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી રહી છે.

વધુ આઠ કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આવા વિસ્તારો માટે કન્ટેઈનમેન્ટ ઝોન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં દૂધ, તબીબી સિવાયની સેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેની અમલવારી ગઈકાલથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી શરૃ કરી દેવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સુભાષ માર્કેટ પાસે આવેલ ભોઈવાડા વિસ્તારમાં ભોઈ સમાજની વાડીની બાજુમાં એકમાં આવેલ ભરતભાઈ જેઠવાનું રહેણાંક મકાન, કરૃણાબેન અમૃતલાલ મહેતાનું ગ્રાઉન્ડ-૩ નું રહેણાંક મકાન તથા શાંતારામ મકાન મળી કુલ ૩ રહેણાંક મકાનનો વિસ્તાર. ઉપરાંત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનબાઈ શાળા રોડ પર વહેવારિયા મદ્રેસા પાછળ ઘાંચીની ખડકીમાં આવેલ કોહીનૂર મંઝીલની અંદર આવેલ ૧૪ રહેણાંક મકાન તથા હલીમાં મંઝીલ થઈ કુલ ૧પ રહેણાંક મકાનોનો વિસ્તાર, જામનગર મહાનગર પાલિકા  વિસ્તારમાં કિશાન ચોકમાં આવેલ મોદીવાડો વિસ્તારમાં શિવદયા મકાનના છેડેથી શિવમ્ બંગલોની અંદરના ૯ (નવ) રહેણાંક મકાન થઈ શેરીની બન્ને બાજુના થઈ કુલ ૧૩ રહેણાંક મકાનોનો વિસ્તાર.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આર્ય સમાજ રોડ પર જુના કુંભારવાડામાં આશાપુરા ડેરી ફાર્મ પાસે આવેલ કેતન બંગલો, રાજ રાજલ બંગલોથી શરૃ કરી જય આશાપુરા કૃપા મકાન સુધીનો સમાવિષ્ટ થતો ૧૬ મકાનોનો વિસતાર, જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ પર આવેલ ન્યૂ સાધના કોલોનીમાં સ્વર્ણિમનગરના ગેઈટ સામે આવેલ મોહનભાઈની વાડી તરીકે ઓળખાતા કમ્પાઉન્ડ વોલ સાથેના ફાર્મ હાઉસનો વિસ્તાર.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ન્યૂ સાધના કોલોનીમાં આવેલ પટેલ પાણી પ્લાન્ટવાળી શેરીમાં દિવ્ય બ્રાસ કાસ્ટીંગ અને પ્રકાશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામના બે કારખાના (કામનું સ્થળ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી ૪૮ કલાક બંધ રાખી ત્યારપછી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની કોવિડ-૧૯ સંબંધેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝરનો ચૂસ્તપણે પાલન કરવાની શરે ખોલી શકાશે).

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ જે.કે. ટાવર એપાર્ટમેન્ટ કે જે એફી ટાવરની બાજુમાં આવેલ છે તેના ૧ થી ૭ માળના કુલ ૧૯ ફ્લેટનો વિસ્તાર, જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રૃપેશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ, કે-૧/ર૪૪, જી.આઈ.ડી.સી., શંકર ટેકરી, ઉદ્યોગનગર, જામનગર (કામનું સ્થળ જાહેરનામું પ્રસિદ્ધ થવા તારીખથી ૪૮ કલાક બંધ કરાખી ત્યારપછી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની કોવિડ-૧૯ સંબંધેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝરનો ચૂસ્તપણે પાલન કરવાની શરતે ખોલી શકાશે) નો સમાવેશ થાય છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit