જામનગરના પરિણીતા ગુમ

જામનગર તા. ૧૩ઃ જામનગરના ધરારનગરમાં રહેતા એક કોળી પરિણીતા ઘરેથી બકાલુ લેવા જવાનું કહી નીકળ્યા પછી ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી છે.

જામનગરના ધરારનગર-૧માં રહેતા ભરતભાઈ નાનભાઈ ઝીંઝુવાડીયા નામના કોળી યુવકના પત્ની સુનિતાબેન (ઉ.વ. ૨૪) પોતાના ઘેરથી બકાલુ લેવા જવાનું કહીને નીકળ્યા પછી પોતાના ઘેર પરત નહીં ફરતા પોતાના પત્ની ગુમ થયાની ભરતભાઈએ પોલીસમાં જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા મહિલા પાતળો બાંધો, શ્યામવર્ણ અને ચાર ફૂટ છ ઈંચની ઉંચાઈ ધરાવે છે. તેઓના ડાબા હાથના કાંડા પર અંગ્રેજીમાં 'એસ' ત્રોફાવેલો છે. આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝનના હે.કો. વી.પી. સોઢા- (મો. ૯૯૭૮૯ ૮૮૦૩૦નો સંપર્ક કરવો.

close
Ank Bandh 26 January
close
PPE Kit