Advertisement
Author: નોબત સમાચાર

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવિણભાઈ તોગડિયા જામનગરની મુલાકાતે

આગામી દિવસોમાં રપ લાખ ઘરનો સંપર્ક કરાશે

                                                                                                                                                                                                      

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપક અધ્યક્ષ હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવિણભાઈ તોગડિયા જામનગરમાં સંગઠન બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં, જેમની સાથે કેન્દ્રિય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય કિસાન પરિષદ પ્રભારી સૌરાષ્ટ્ર પ્રાથમિક સંગઠન મહામંત્રી નિર્મલસિંહભાઈ ખુમાનની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આગામી દિવસોમાં રપ લાખ ઘરનો સંપર્ક કરીને ગલીએ ગલીએ, સોસાયટીઓમાં હનુમાન ચાલીસાના પાઠ કરાશે.

સંપૂર્ણ ભારતમાં એક લાખથી પણ વધારે હનુમાન ચાલીસા કેન્દ્રના માધ્યમ દ્વારા હિન્દી સમાજનું સંગઠન કરવું, જેનો વિશ્વાસ માર્યદર્શન ડો. પ્રવિણભાઈ તોગડિયા દ્વારા કાર્યકર્તાઓને અપાયો હતો.

સંગઠન મજબૂત બને જેના ભાગરૂપે વિવિધ જવાબદારીઓ જિલ્લા મંત્રી અમિતભાઈ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જામનગર શહેર ઉપાધ્યક્ષ વિરલભાઈ ત્રિવેદી, જામનગર મીડિયા સેલ ઈન્ચાર્જ ધર્મેશભાઈ રાવલ, રાષ્ટ્રીય મહિલા પરિષદ શહેર હર્ષિદાબેન મહેતા, રાષ્ટ્રીય મહિલા પરિષદ મંત્રી નિયતિબેન પાબારીને નવી જવાબદારી અપાઈ હતી.

કાર્યક્રમનું સંચાલન અમિતભાઈ તાલપરાએ કર્યું હતું. બેઠકને સફળ બનાવવા વિભાગ સંગઠન મંત્રી હિતેન્દ્રભાઈ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને શહેર પ્રમુખ વિશાલભાઈ પોપટે જહેમત ઊઠાવી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh