Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યોઃ
જામનગર તા. ૩: જામનગર શહેરની મધ્યમાં આવેલા પાછલા તળાવમાં એક મૃતદેહ તરતો હોવાની માહિતીના આધારે ફાયરબ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને પાણીમાંથી મૃતદેહ બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યાે હતો.
જામનગરમાં સાતરસ્તા સર્કલ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડની પાછળના તળાવના પાણીમાં કોઈ માનવ મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા ફાયરબ્રિગેડનો સ્ટાફ સવારે સાડા સાતેક વાગ્યે દોડી ગયો હતો અને તળાવના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢયો હતો. આ સમયે પોલીસ કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હોવાથી ફાયર ટીમ દ્વારા મૃતદેહનો કબજો પોલીસને સુપ્રત કરાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકનું નામ સલીમભાઈ હોવાનું અને આશરે તે ત્રીસ વર્ષની વયનો હોવાનું જાણવા મળે છે.
આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial