મુંબઈની તાજ હોટલ પર ફરી ૨૬/૧૧ જેવો આતંકી હુમલો કરવાની ધમકીથી ખળભળાટ

કરાંચી બ્લાસ્ટ પછી તાજ હોટલમાં ધમકી ભર્યો ફોન

મુંબઈ તા. ૩૦ઃ મુંબઈની તાજ હોટલ પર ફરીથી મોટો આતંકવાદી હુમલો કરવાની ધમકી મળતા મુંબઈ પોલીસ સહિત સમગ્ર દેશનું આઈ.બી. તથા સુરક્ષા તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.

ગઈકાલે પાકિસ્તાનના કરાંચીમાં સ્ટોક એક્સચેન્જ પર હુમલો થયા પછી પાકિસ્તાનથી મુંબઈની તાજ હોટલમાં ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોનમાં ધમકી આપવામાં આવી હતી કે કરાંચી સ્ટોક એક્સચેન્જની જેમ જ તાજ હોટલ પર ફરીથી ૨૬-૧૧ જેવા આતંકી હુમલો કરવામાં આવશે.

સમગ્ર ઘટનાક્રમ પછી મુંબઈ પોલીસે તાજ હોટલની સુરક્ષા સમીક્ષા કરી હોટલમાં રોકાયેલા મહેમાનોની પણ તપાસ કરી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit