બેટદ્વારકા મંદિરે નૂતન ધ્વજારોહણ તથા છપ્પન ભોગ ઉત્સવ મનોરથનું આયોજન

ઓખા તા. ૧૯ઃ ઓમાનના મસ્કતસ્થિત ધરમશી નેણસી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્બર માસમાં બેટદ્વારકાધીશ જગતમંદિરે છપ્પનભોગ મનોરથ તેમજ નૂતન ધ્વજારોહણ ઉત્સવ મનોરથનું આયોજન કરાયું છે.

મૂળ બેટદ્વારકાના અને વર્ષોથી ઓમાનના મસ્કતમાં વસેલા તેમજ બેટના ભામાશા ગણાતા ધરમશી નેણસી પરિવાર સાત સમંદર વસવાટ કરતા છતાં બેટદ્વારકા તથા બેટદ્વાકાધીશ જગતમંદિરમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા હોય, બેટદ્વારકાધીશ જગતમંદિરે આગામી ડિસેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે જગતમંદિરે નૂતન ધ્વાજારોહણ તેમજ છપ્પનભોગ ઉત્સવ મનોરથનું આયોજન કરાયું છે. આ ધર્મોત્સવમાં પોરબંદરના સાંદિપનિ વિદ્યાનિતેકનના પૂ. ભાશ્રી રમેશભાઈ ઓઝા તેમજ બાબા અનંતદાસજી (ફ્લાઈંગ બાબા) હાજર રહી આશીર્વચન પાઠવશે. તા. ૬.૧ર.ર૦૧૯ ના સવારે ૧૦ થી ૧ર કલાક સુધી બેટદ્વારાધીશ જગતમંદિરે નૂતન ધ્વજારોહણ ઉત્સવ થશે. બપોરે ૧ર.૩૦ કલાકથી છપ્પનભોગ મનોરથ દર્શન યોજાનાર છે. બપોરે ૧ કલાકે જગતમંદિર પાસે ગુજરાતી સ્કૂલ ગ્રાઉન્ડમાં વિશેષ ધ્વજાની પ્રસાદીરૃપે ભોજન સમારંભનું આયોજન કરાયું છે. આ ધર્મોત્સવમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા અશ્વિન ધરમશી નેણસી પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

૧૧ વર્ષથી ચાલતું નિઃશુલ્ક ભોજનાલય

બેટદ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં છેલ્લા ૧૧ વર્ષથી ઠાકોરજીના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે ધરમશી નેણસી પરિવાર દ્વારા અવિરતપણે નિઃશુલ્ક ભોજનાલય ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં દરરોજ બે હજારથી વધારે ભાવિકો પ્રસાદીનો લાભ મેળવે છે.

ધરમશી નેણસી પરિવાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા આ ધર્મોત્સવમાં ર૦૧૩ ની સાલમાં પ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારીબાપુની કથા પણ આ ધર્મોત્સવમાં યોજવામાં આવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit