રાજયકક્ષાના મંત્રી હકુભા જાડેજા આવતીકાલે દ્વારકાની મુલાકાતે

દ્વારકા તા. ૧૩ઃ ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૃભા જાડેજા (હકુભા જાડેજા) આવતીકાલે દ્વારકાની મુલાકાતે આવી રહ્યાં છે.

તેઓ દ્વારકામાં લોહાણા મહાજન દ્વારા ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લેશે. સાંજે દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠમાં ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે. ત્યાં તેઓ ઉપસ્થિત રહેશે. દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન-પૂજા કરશે. તેમજ વસઈ (મહારાષ્ટ્ર) ના મેયર પ્રવિણાબેન ઠાકુર પણ દ્વારકામાં હોવાથી તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit