Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા
જામનગરમાં બર્ધનચોક, શાક માર્કેટ વિસ્તારમાં જાહેર માર્ગે ઊભી રહેતી રેંકડીના દબાણ આજે મહાનગરપાલિકા દ્વારા દૂર કરી અનેક રેંકડી જપ્ત કરવામાં આવી હતી. જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં ગઈકાલે એસ્ટેટ શાખાના એક કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે અંગે રેંકડી ધારક સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ છે. આ બનાવ પછી આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે બર્ધનચોક, શાક માર્કેટ વિસ્તારમાં ખાસ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને શાક માર્કેટ વિસ્તારની અનેક રેંકડી, વજનકાંટા, છત્રી વગેરે કબજે કર્યા હતાં અને સમગ્ર વિસ્તાર દબાણમુક્ત કર્યો હતો. આ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં પણ દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી હતી, પરંતુ ટીમનું આગમન થતા જ રેંકડીધારકો નજીકની શેરી, ગલ્લીમાં ઘૂસી ગયા હતાં અને ટીમ રવાના થતા જ રેંકડીધારકો પુનઃ ત્યાંજ ગોઠવાઈ ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial