કોરોનાની ગાઈડલાઈન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે આજે સવારથી હરિયા કોલીેજમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે, ત્યારે કોલેજના વિશાળ પ્રાંગણમાં સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં રાજકીય પક્ષોના કાર્યકરો, ઉમેદવારોના ટેકેદારો ઉમટી પડ્યા હતાં અને ભારે ઉત્તેજના સાથે પરિણામની મીટ માંડીને રાહ જોઈ રહ્યા હતાં. આ સમયે કોરોનાને લગતી ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.