લોકડાઉનના પરિણામો ભયાનક રહેવાની વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાનિકની ચેતવણી

હાલમાં બાળકોને વેક્સિનેશનની સલાહ અપાઈ નથી...

નવી દિલ્હી તા. ૭ઃ લોકડાઉનના પરિણામો ભયાનક આવશે, તેવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાનિકે આપી છે.

ભારત કોરોના વાઈરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, ત્યારે તેના આધારે અનેક રાજ્યોએ વીકેન્ડ લોકડાઉન, નાઈટ કર્ફયુ જેવી અનેક પાબંદીઓ લગાવી છે. અનેક જગ્યાઓએ સંપૂર્ણ લોકડાઉનને લઈને પણ વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. આ સમયે વિશ્વ આરોગ્ય સંસ્થાની મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને લોકડાઉનને લઈને કહ્યું છે કે આ પરિણામ ભયાનક હોઈ શકે છે. સાથે તેઓએ મહામારીની અન્ય લહેરને નિયંત્રિત કરવામાં પણ લોકોની ભૂમિકા પર ભાર આપ્યો છે. આ સમયે તેઓએ વેક્સિનના ડોઝની પણ ચર્ચા કરી હતી.

ડોક્ટર સ્વામીનાથને કહ્યું કે, ત્રીજી લહેરને વિશે વિચારવા અને પૂરતા લોકોને વેક્સિન આપવામાં આવે ત્યાં સુધી બીજી લહેરનો સામનો કરવાનો રહેશે. આ મહામારીમાં હજુ અન્ય અનેક લહેરો હોઈ શકે છે. ડબલ્યુએચઓ એ કોવિશિલ્ડ વેક્સિનના ર ડોઝની વચ્ચે ૮-૧ર અઠવાડિયાનું અંતર રાખવાની સલાહ આપી છે.

આ સાથે સ્વામીનાથને કહ્યું છે કે, હાલમાં બાળકોને વેક્સિન લગાવવાની સલાહ અપાઈ નથી. ર ડોઝ વચ્ચેના ગેપને ૮-૧ર અઠવાડિયા સુધી વધારી શકાય છે. ડબલ્યુએચઓના રીજીનલ ડાયરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રીપાલે પણ વેક્સિનની વાત પર ભાર આપ્યો છે. ૭ એપ્રિલે એટલે કે આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના અવસરે તેઓએ કહ્યું કે નવી લહેર આખા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. વેક્સિનની રફ્તાર ન વધારવાના પ્રયાસ કરવા જરૃરી છે.

ખાસ વાત એ છે કે ભારતમાં રોજ લગભગ ર૬ લાખ વેક્સિનના ડોઝ અપાય છે. આ વાતમાં ભારતથી આગળ અમેરિકા છે. અહીં સરેરાશ ૩૦ લાખ ડોઝ રોજના અપાય છે. લોકડાઉનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ગયા વર્ષે પણ લોકડાઉન સમયે પૂણેમાં અનેક હોટસ્પોટ રહ્યા હતાં. આંશિક રીતે જ્યારે લોકડાઉન હટ્યું ત્યારે આંકડા ફરી વધ્યા. ત્યારે ૧૦ દિવસના લોકડાઉને પણ મદદ કરી ન હતી. આંકડા સતત વધ્યા હતાં.

લોકડાઉનના સમયે કમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે વાઈરસ નાના સમુહમાં ફેલાયો, જ્યારે લોકડાઉન હટાવાશે ત્યારે તે જપડથી ફેલાશે કેમ કે લોકડાઉનના તણાવ પછી લોકો ધસારો કરે છે. માર્ચની શરૃઆત થતાં જ કોરોના સંક્રમણના કેસ વધતા જોવા મળી રહ્યા છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit