Advertisement
Author: નોબત સમાચાર

જોગવડના રામદૂતનગરમાં ઓરડીમાંથી ૨૩.૮૫ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ત્રણની ધરપકડઃ સપ્લાયરની શોધ

રૂ.૪ લાખ ૭૭ હજારનો ડ્રગ્સનો જથ્થો કબજે કરી લેવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા જોગવડ ગામના રામદૂતનગરમાં એક ઓરડીમાંથી ગઈકાલે મેઘપર પોલીસે પંજાબના ત્રણ શખ્સને ૨૩.૮૫ ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે. આ શખ્સોએ સપ્લાયરનું નામ આપ્યું છે. ચારેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. ત્રણ શખ્સની રિમાન્ડ માટે તજવીજ કરાઈ છે અને સપ્લાયરની શોધ હાથ ધરાઈ છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા જોગવડ ગામ પાસે રામદૂતનગર વિસ્તારમાં ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના એએસઆઈ મહિપાલસિંહ, જયરાજસિંહ, વિક્રમસિંહને બાતમી મળી હતી કે, એક ઓરડીમાં વસવાટ કરતા ત્રણ શખ્સ પાસે કેફી પદાર્થ છે. તે બાતમીથી પીઆઈ એ.એલ. બારસીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એ.જી. જાડેજાના વડપણ હેઠળ મેઘપર પોલીસે રામદૂતનગરમાં રિલાયન્સ ટાઉનશીપની દીવાલ નજીક જયેશ ઉનડકટ નામના આસામીની ઓરડીઓમાંથી ૧૧ નંબરની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

આ ઓરડીઓમાંથી મૂળ પંજાબના તરણતારણ જિલ્લાના ભુરચંદ ગામના જશવંતસિંઘ રતનસિંઘ, બુધસીંધવાલા ગામના જગમીતસિંઘ સરબજીતસિંઘ તથા ધાબાવાલા ગામના થોમસ રણજીત મસીહ નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સોની તલાશી લેવામાં આવતા આ શખ્સો પાસેથી હેરોઈન તેમજ મોર્ફીન અને ઓર્ડીનના સંયોજનવાળો ઓપીએટ નામનો કેફી પદાર્થ મળી આવ્યો હતો. આ શખ્સો પાસેથી ૨૩.૮૫ ગ્રામ ડ્રગ્સ ઝડપાઈ જતા રૂ.૪ લાખ ૭૭ હજારના ડ્રગ્સ તેમજ બે મોબાઈલ, વજનકાંટો, રૂ.૬૯૪૦ રોકડા મળી કુલ રૂ.૪,૯૪,૪૪૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

આ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા ત્રણેય શખ્સોએ પંજાબના સકતરા ગામના જગરૂપસિંઘ  નામના શખ્સ પાસેથી વેચવા માટે ડ્રગ્સ લીધુ હોવાની કબૂલાત આપી છે. પીએસઆઈ એ.જી. જાડેજાએ  ખુદ ફરિયાદી બની ચારેય શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી છે અને સપ્લાયર જગરૂપસિંઘની શોધ શરૂ કરી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh