Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીએ ચાર્જશીટ પછી કરી હતી જામીન અરજીઃ
જામનગર તા. ૧૧: જામનગરના એક પરિણીતાને તેના પુત્રને પતાવી દેવાની ધમકી આપી એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના હુસેન આમદભાઈ રાવકરડા નામના શખ્સ સામે એક પરિણીતાએ ગયા મે મહિનામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ જણાવ્યા મુજબ હુસેન રાવકરડા તેણીના પતિનો મિત્ર છે. તેણે બનાવના દિવસે જ્યારે આ પરિણીતાના પતિ ઘરે ન હતા ત્યારે ઘરે આવી પરિણીતાને ધમકાવ્યા પછી રાત્રિના સમયે આ પરિણીતાના પુત્રને પતાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યારપછી અવારનવાર ધમકી આપી દુષ્કર્મ ગુજારવામાં આવતા કંટાળી ગયેલી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર્જશીટ થયા પછી આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરી હતી તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial