ઈન્ડિયન લાયન્સની ર૧ મી નેશનલ કોન્ફરન્સ

ગાંધીનગર તા. ર૩ઃ ઈન્ડિયન લાયન્સની ર૧ મી નેશનલ કોન્ફરન્સ ચોટીલામાં યોજાઈ હતી. રાજકોટ તથા મોરબીમાં કાર્યરત ક્લબ દ્વારા પધારેલા ૧ર૦ જેટલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વર્ષ ર૦ર૧-રર માટે વર્તમાન ચેરપર્સનની મુદ્ત વધારવા માટેની ઔપચારિક દરખાસ્તને બહાલી અપાયા પછી નવનિયુક્ત ચેરપર્સન આશાબેન પંડ્યાએ તેમની નવી ટીમની જાહેરાત કરી હતી. આ ટીમની શપથ વિધિ સ્થાપક કૌશિકભાઈએ કરાવી હતી. આ કોન્ફરન્સમાં આશાબેન પંડ્યા, કૌશિકભાઈ બુમિયા, ચીફ પેટ્રન ઈ.લા. હિતેષભાઈ તથા અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. રેખાબેન ચેટરજી, કૌશિકભાઈ ટાંક, ધીરજભાઈ સુરેલિયા, વિજ્યાબેન કટારિયા, વનરાજભાઈ ગરૈયા, શોભનાબા ઝાલા વગેરેએ આયોજનને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.

close
Ank Bandh 29 March
close
PPE Kit