જામનગર મહાનગર પાલિકાના સફાઈ કામદાર સેટઅપમાં ૧૮૦નો થયો વધારો

જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદારોના રીવાઈઝડ સેટ અપ અંગે આજે મહાનગર પાલિકાની સામાન્ય સભા સર્વાનુમત્તે ઠરાવ મંજુર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા સેટઅપમાં ૧૮૦ જગ્યાનો ઉમેરો થયો છે.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે ઈન્ચાર્જ મેયર કરસનભાઈ કરમુરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જામનગરમાં વર્ષો પહેલા નવાગામ(ઘેડ) અને બેડેશ્વર વિસ્તારમાં મહાનગર પાલિકા હદ વિસ્તારમાં મેળવવામાં આવ્યો હતો.  પરંતુ વિપક્ષની વારંવારની સેટઅપ વધારવાની માંગણી સ્વીકારવામાં આવતી ન હતી. આખરે આજે ૧૮૦ જગ્યાનો સેટઅપમાં વધારો કરવાનો સર્વાનુમત્તે નિર્ણય લેવાયો હતો.

આથી સફાઈ કામદાર વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે ચર્ચામાં ભાગ લેવા યુસુફ ખફીએ જણાવ્યું હતું કે, આ અંગે તગડી રકમ ચૂકવીને ખાનગી કંપની પાસે સર્વે કરાવવામાં આવ્યો હતો. ઓ.જી. વિસ્તારમાં ૨૦૧૩થી હાઉસ ટેકસના બીલોની ઉઘરાણી પણ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં સફાઈ કામદાર અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો ન હતો. આખરે મોડે મોડે વર્તમાન શાસકો જાગ્યા તે પણ આવકાર્ય છે. વિપક્ષના કોર્પોરેટર આનંદ ગોહિલ, આનંદ રાઠોડ, દેવસી આહિર વગેરેએ પણ આ રીવાઈઝડ સેટઅપની દરખાસ્તને આવકારી હતી. હાલ ૧૨૦૧નું સેટઅપ છે. તેમાં ૧૮૦નો વધારો થતા હવે કુલ ૧૩૮૧નું નવું સેટઅપ થશે. આ તકે શાસક પક્ષના કોર્પોરેટર મેરામણ ભાટુએ પણ આવશ્યક સૂચનો કર્યા હતા. શહેરમાં ત્રણ સ્થળોએ ઘનિષ્ઠ વનીકરણ માટે સેવાભાવી સંસ્થાને જવાબદારી સોંપવાનો ઠરાવ પણ મંજુર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન માટે ખોડીયાર કોલોનીમાં અને હનુમાન ગેઈટ પોલીસ ચોકી માટે અંબર ચોકડી, પાસે જગ્યા ફાળવવા પણ સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. 

close
Ank Bandh 26 January
close
PPE Kit