જામનગર તા. ૧૩ઃ અજમેર રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીના અનુસંધાને તા. ૧૮ અને ર૧ ની પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેન રદ કરવામાં આવી છે. અજમેર-પાલનપુર સેક્શનમાં રેલવે ડબલ ટ્રેકની કામગીરીના કારણે તા. ૧૮ અને ર૧ ના પોરબંદરથી દિલ્હી સરાઈ રોહિલ્લા માટેની ટ્રેન તથા વળતા તા. ર૦ અને ર૩ ની દિલ્હી સરાઈ રોહિલ્લા પોરબંદર ટ્રેન રદ કરવામાં આવી છે. જેની મુસાફરોએ નોંધ લેવા રેલવેની યાદીમાં જણાવાયું છે.