જામનગર જિલ્લામાં દસ-ખંભાળિયામાં એક સહિત કુલ અગિયાર કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

હાલારમાં બે દિવસ થોડી રાહત પછી ચિંતાજનક રીતે કોરોનાનું સંક્રમણઃ

જામનગર તા. ૩૦ઃ હાલારમાં બે દિવસ થોડી રાહત મળ્યા પછી આજે વધુ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં દસ જામનગર જિલ્લાના અને એક ખંભાળિયા પંથકના દર્દીનો સમાવેશ થાય છે. આમ હાલારમાં ચિંતાજનક રીતે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીનો કુલ આંક બસ્સોએ પહોંચ્યો છે.

જામનગર જિલ્લાના દસ પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં કૃષ્ણનગરના ૬૦ વર્ષના પુરુષ, સ્વામિનારાયણનગરના પ૦ વર્ષના આધેડ, કાલાવડના પ૬ વર્ષના પૌઢ, ધ્રોળના ૧૪ વર્ષના તરૃણ અને ૪૦ વર્ષનો યુવાન, શહેરના પવનચક્કી વિસ્તારનો ર૬ વર્ષનો યુવાન, રણજીતનગર વિસ્તારના ૭૪, વર્ષના વૃદ્ધ, ગુલાબનગર વિસ્તારના પ૩ વર્ષના આધેડ, સોની વાડી પાછળ, ખંભાળિયા નાકા બહારના એક પુરુષ અને દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૬૩ ના ૩ર વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. જેમાં જિલ્લા પંચાયતના નાયબ ચીટનીસ અને એક ટાઈપીસ્ટનો સમાવેશ થાય છે. જ્યારે આઠ દર્દીઓ સાજા થતા તેમને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમ્યાન આજે જામનગરના ૧૩ અને દેવભૂમિ દ્વારકાના ૭પ મળી કુલ ૧૭૯ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે.અને હાલ કુલ ૭૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

આ ઉપરાંત ખંભાળિયાના આહિર સિંહણ ગામના ડાડુભાઈ હમીરભાઈ ચાવડા (ઉ.વ. ૬ર) નો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ મળતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ બે દિવસ પહેલા પોતાના પત્ની અને પુત્ર સાથે ભીવંડીથી આવ્યા હતાં અને ક્વોરેન્ટાઈન હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ર૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી એકનું મૃત્યુ થયું છે. ૧પ દર્દી સાજા થતા રજા આપવામાં આવી હતી. જ્યારે આઠ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ચાર જામનગરની અને ચાર ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit